મુંબઈમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
મુંબઇના હવામાન વિભાગ અનુસાર, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જેને લઈને રેડ એલર્ટ જાહેર કરાયુ છે.
મુંબઇમાં વરસાદે મેરેથોન ઈનિગ્સ શરૂ કરૂ કરી છે. રવિવારથી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે મુંબઈ ફાયર વિભાગની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા 120 લોકોને બચાવ્યા છે. ભારે વરસાદને કારણે ફાયર બ્રિગેડે નવી મુંબઈના વિવિધ ભાગોમાં ફસાયેલા ઘણા લોકોને બચાવ્યા છે. બીજી તરફ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇના હવામાન વિભાગ અનુસાર, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જેને લઈને રેડ એલર્ટ જાહેર કરાયુ છે. 20 થી 23 જુલાઇ સુધી આ એલર્ટ અપાયુ છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ફાયર બ્રિગેડ બચાવ કામગીરી કરી રહી છે. ફાયર ઓફિસર અનુસાર, ખારઘર ફાયર સ્ટેશનને ઘણા લોકોના મદદ માટે ફોન આવી રહ્યા છે.અમે 120 લોકોને બચાવ્યા છે, જેમાંથી 78 મહિલાઓ છે.
ભારે વરસાદને કારણે નવી મુંબઈના તુર્ભે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદ પડશે.
મુંબઈના પૂર્વ વિસ્તારોમાં સોમવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 90.65 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે શહેરમાં 48.88 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 51.89 મીમી વરસાદ નોંધાયો હતો. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે અગાઉ સોમવારે મુંબઇ માટે 'ઓરેંજ એલર્ટ' જારી કર્યું હતું અને કેટલાક સ્થળોએ ભારેથી ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. મુંબઇ અને પરા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડા અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારેવરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે રવિવારે ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન થોડી વાર બંધ કરવી પડી હતી. જો કે, ત્યારબાદ સ્થિતી સામાન્ય થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
