For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ માટે હેમા માલિની ખેતરમાં મજૂરી કરી રહી છે

અભિનેતાથી રાજનેતા બનેલી હેમા માલિનીએ પોતાનું ચૂંટણી અભિયાન શરુ કર્યું છે. તેમને આ ફોટો પોતાના ટ્વિટર પર પણ શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતાથી રાજનેતા બનેલી હેમા માલિનીએ પોતાનું ચૂંટણી અભિયાન શરુ કર્યું છે. તેમને આ ફોટો પોતાના ટ્વિટર પર પણ શેર કર્યો છે. આ ફોટો મથુરા લોકસભા સીટના ગોવર્ધન વિસ્તારની છે. અહીં હેમા માલિનીનો અનોખો અંદાઝ જોવા મળ્યો હતો. આ સમયે ઘઉંના પાકની કાપણી ચાલી રહી છે. હેમા માલિની મહિલાઓ સાથે વાતચીત કરવા માટે ખેતરમાં પહોંચી ગઈ. અહીં પહોંચીને તેમને મહિલાઓની ઘઉં કાપણીમાં મદદ પણ કરી.

હેમા માલિનીનો અનોખો અંદાઝ

હેમા માલિનીનો અનોખો અંદાઝ

હેમા માલિનીએ મહિલાઓ સાથે વિતાવેલા સમયની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે મારા લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત ગોવર્ધન વિસ્તારથી થઇ. અહીં મને ખેતરમાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. મારા અભિયાનની પહેલા દિવસથી કેટલીક તસવીરો.

મહિલાઓ સાથે ખેતરમાં કામ કર્યું

મહિલાઓ સાથે ખેતરમાં કામ કર્યું

હેમા માલિની જયારે અચાનક ખેતરમાં પહોંચી ત્યારે મહિલાઓ હેરાન થઇ ગઈ. હેમા માલિનીએ પોતાના મતવિસ્તારની મહિલાઓની મદદ કરવાનું ચાલુ કર્યું. તેમને ઘઉંની કાપણી પણ કરી. હેમા માલિનીએ પોતાના અંદાઝથી મહિલાઓને ખુશ કરી દીધી. હેમા માલિનીએ તેમની સાથે મોડે સુધી વાત કરી અને પોતાના માટે વોટ પણ માંગ્યા. આપને જણાવી દઈએ કે હેમા માલિની એલાન કરી ચુક્યા છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. વર્ષ 2014 ચૂંટણી દરમિયાન તેમને રાષ્ટ્રીય લોકદળ પ્રમુખ અજિત સિંહના દીકરા જયંત સિંહને હરાવ્યા હતા.

મહાગઠબંધનથી જોરદાર ટક્કર મળી રહી છે

મહાગઠબંધનથી જોરદાર ટક્કર મળી રહી છે

હેમા માલિનીને આ વખતે મથુરા સીટથી મહાગઠબંધનથી જોરદાર ટક્કર મળી રહી છે. આ સીટ પર 18 એપ્રિલે વોટિંગ થશે. હેમા માલિની સતત બીજી વખત અહીં ચૂંટણી લડી રહ્યા છે. કુંવર નરેન્દ્ર સિંહ આ વખતે મહાગઠબંધનના ઉમેદવાર છે જયારે કોંગ્રેસે મહેશ પાઠકને આ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ આ સીટ પર મુખ્ય ટક્કર ભાજપ અને ગઠબંધન વચ્ચે જોવા મળી રહી છે.

English summary
Hema Malini shares photos of helping womens to cut wheat Crop
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X