Jharkhand Election Result 2019: દુમકાથી પાછળ અને બરહેટથી આગળ ચાલી રહ્યા છે હેમંત સોરેન

Jharkhand Election Result 2019: દુમકાથી પાછળ અને બરહેટથી આગળ ચાલી રહ્યા છે હેમંત સોરેન

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ ઘોષિત થઈ રહ્યાં છે. રાજ્યમાં 81 વિધાનસભા સીટ માટે પાંચ તબક્કામાં મતદાન સંપન્ન થયું હતું. આજે સવારે આઠ વાગ્યાથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 24 જિલ્લા કાર્યાલયમાં મતગણતરી ચાલુ છે. જેએમએમના નેતા અને ગઠબંધન સરકાર તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેન આ વખતે પણ બે સીટ દુમકા અને બરહેટથી ચૂંટણી લડી રહ્યા છે.

બંને સીટ પર શું હાલ છે?

બંને સીટ પર શું હાલ છે?

શરુઆતી રુઝાનોમાં તેઓ દુમકા સીટથી પાછળ ચાલી રહ્યા છે જ્યારે બરહેટ સીટ પર આગળ ચાલી રહ્યા છે. સોરેન દુમકામાં ભાજપના લુઈસ મરાંડીથી 8 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે બેરહાટ સીટ પર માત્ર 1 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. ટ્રેન્ડમાં ભાજપ અને ઝારખંડ મુક્તિ મોર્ચા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જો કે હજુ સુધી કોઈપણ સીટના પરિણામ ઘોષિત થયાં નથી.

રિઝલ્ટ બે નેતાઓ માટે અતિ મહત્વપૂર્ણ

રિઝલ્ટ બે નેતાઓ માટે અતિ મહત્વપૂર્ણ

ઝારખંડના આ વખતેના ચૂંટણઈ પરિણામો બે નેતાઓ માટે અતિ મહત્વપૂર્ણ છે. પહેલા નેતા મુખ્યમંત્રી રઘુવર દાસ અને બીજા નેતા હેમંત સોરેન છે. જો ભાજપ જીતે છે તો રઘુવર દાસ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. અને જો ગઠબંધની સરકાર બને છે તો હેમંત સોરેન મુખ્યમંત્રી બનશે.

દોઢ વર્ષ માટે મુખ્યમંત્રી બન્યા

દોઢ વર્ષ માટે મુખ્યમંત્રી બન્યા

સોરેન 2013માં દોઢ વર્ષ માટે મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણી તેમના માટે અતિ મહત્વપૂર્ણ હોય શકે છે. સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના સંસ્થાપક ગુરુજી શિબૂ સોરેનના દીકરા છે. સોરેને 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ દુમકા અને બરહેટ સીટથી ચૂંટણી લડી હતી તે સમયે તેમને બરહેટ સીટથી જીત મળી હતી. જ્યારે દુમકા સીટથી તેમને ભાજપના લુઈસ મરાંડી પાસેથઈ હાર મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X