For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધી આ 5 કારણોસર નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર

પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસની સ્થિતિ 2014 જેવી નથી. પાર્ટીએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી છે.

|
Google Oneindia Gujarati News

ગઈ લોકસભા ચૂંટણીમાં જે રીતે નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ હતી તે ભાજપ માટે ઘણી જબરદસ્ત સાબિત થઈ અને પાર્ટીને જોરદાર જીત મળી હતી. કંઈક એવી જ રીતે આ વખતે પ્રિયંકા ગાંધીએ અધિકૃત રીતે આ વખતની ચૂંટણી પહેલા રાજકારણમાં એન્ટ્રી કરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આની આગામી ચૂંટણી પર શું પ્રભાવ પડશે. આ પહેલા પ્રિયંકા ગાંધી મહેમાન તરીકે અમેઠી અને રાયબરેલી જતા હતા પરંતુ હવે તે નેતા તરીકે અહીં જશે.

યોગ્ય સમયે પ્રિયંકાની એન્ટ્રી

યોગ્ય સમયે પ્રિયંકાની એન્ટ્રી

પ્રિયંકા ગાંધીને પૂર્વી યુપીની કમાન સોંપવામાં આવી છે. વળી તેમને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી પણમ રાજકારણમાં આવ્યા બાદ આ પદ પર રહી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે અને આગામી લોકસભા ચૂંટણી પ્રચારમાં તેમની ઘણી માંગ રહેશે. એવામાં પ્રિયંકા ગાંધી માત્ર યુપી નહિ પરંતુ સમગ્ર દેશમાં પાર્ટી માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. મહત્વની વાત એ છે કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસની સ્થિતિ 2014 જેવી નથી. પાર્ટીએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી છે અને હવે રાહુલ ગાંધીને પપ્પુ તરીકે ઓળખવામાં આવતા નથી. એટલુ જ નહિ 2014માં જ્યાં નરેન્દ્ર મોદી ઘણા આક્રમક મુદ્રામાં હતા જ્યારે હવે બચાવની મુદ્રામાં જોવા મળે છે. એવામાં પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી માત્ર કોંગ્રેસ માટે હુકમનો એક્કો સાબિત નહિ થાય પરંતુ ભાજપ માટે નવો પડકાર પણ બની શકે છે.

લોકોમાં ઘણા લોકપ્રિય

લોકોમાં ઘણા લોકપ્રિય

રાહુલ ગાંધીની તુલનામાં પ્રિયંકા ગાંધી લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે અને લોકોમાં તેમના માટે હંમેશાથી જ ઉત્સાહ રહ્યો છે. લોકો તેમના વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. પ્રિયંકા લોકોની ભીડ ભેગી કરવામાં સફળ રહે છે. પરંતુ જોવાની વાત એ રહેશે કે શું રાજકારણમાં તેમની એન્ટ્રી બાદ ભીડ કોંગ્રેસ માટે મતમાં બદલાય છે કે નહિ. પ્રિયંકા સામે સૌથી મોટો પડકાર એ છે કે જે લોકો રાહુલ ગાંધીને ગંભીરતાથી નથી લેતા તેમને તે કોંગ્રેસ તરફ ખેંચી શકશે.

રાહુલને આપી શકે છે બેબાક સલાહ

રાહુલને આપી શકે છે બેબાક સલાહ

પ્રિયંકા ગાંધીને રાહુલ ગાંધીના ભરોસાપાત્ર સાથી માનવામાં આવે છે. તે સમયે સમયે રાહુલ ગાંધીને સલાહ આપતા રહે છે. રિપોર્ટ અનુસાર એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ રાહુલ ગાંધીને ઘણી મદદ કરી હતી. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીને યોગ્ય સલાહ આપવામાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. શક્ય છે કે પાર્ટીના અન્ય નેતા તેમને બેબાક સલાહ ન આપી શકે પરંતુ પ્રિયંકા ગાંધી કોઈ સંકોચ વિના તેમને યોગ્ય સલાહ આપી શકે છે.

ચૂંટણી પ્રચારમાં મદદ

ચૂંટણી પ્રચારમાં મદદ

છેલ્લા કેટલાક વર્ષોમાં સોનિયા ગાંધીનું આરોગ્ય નબળુ થતુ જોવા મળ્યુ છે અને તે પહેલાની જેમ સક્રિય રાજકારણમાં નથી. એવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારની જવાબદારીને પરસ્પર વહેંચી શકે છે. સમયે જે જગ્યાઓએ રાહુલ ન પહોંચી શકે ત્યાં પ્રિયંકા તેમની કમી પૂરી કરી શકે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઈન્દિરા ગાંધી ઘણા લોકપ્રિય હતા અને તેમને લોકો ઈન્દિરા અમ્મા કહેતા હતા એવામાં ઈન્દિરા ગાંધી ગ્રામીણ વિસ્તારોમાં ઘણા કારગર સાબિત થઈ શકે છે. પ્રિયંકા રાજકારણમાં આવવાના એલાન બાદથી જ લોકો પ્રિયંકા અને ઈન્દિરાના ફોટાને એકસાથે શેર કરી રહ્યા છે અને તેમને ઈન્દિરાની છબીવાળા નેતા ગણાવી રહ્યા છે.

પૂર્વી યુપીમાં સવર્ણ મતોનો મળશે લાભ

પૂર્વી યુપીમાં સવર્ણ મતોનો મળશે લાભ

પૂર્વી યુપીમાં સવર્ણ મતદારો ઘણા મહત્વની ભૂમિકા નિભાવે છે. આ જ કારણ છે કે ભાજપને અહીં જબરદસ્ત સફળતા મળી હતી. મંડલ અને અયોધ્યાથી પહેલા લોકો અહીં કોંગ્રેસના સમર્થક હતા. સીએસડીએસ સર્વે અનુસાર અહીં 72 ટકા બ્રાહ્મણ, 77 ટકા રાજપૂત, 71 ટકા વૈશ્ય અને 79 ટકા અન્ય સવર્ણ જાતિના લોકોએ ભાજપને મત આપ્યા હતા પરંતુ એસસી-એસટી એક્ટ પર ભાજપના વલણથી લોકો નારાજ છે. એવામાં મોટી સંખ્યમાં સવર્ણ સપા-બસપાને મત આપવાથી બચશે. એટલા માટે કોંગ્રેસ તેમના માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

રાહુલ માટે નથી પડકાર

રાહુલ માટે નથી પડકાર

જો કે એક વર્ગ એવો પણ છે જે એ માને છે કે પ્રિયંકાના રાજકારણમાં આવવાથી રાહુલ ગાંધી માટે રાજકીય ભવિષ્યને પડકાર મળશે. પરંતુ તે કદાચ ભૂલી જાય છે કે રાહુલ અને પ્રિયંકા વચ્ચે ઘણા સારા સંબંધ છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ એ વાત પર ધ્યાન આપશે કે કેવી રીતે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી ફરીથી સત્તામાં કમબેક કરે. જે રીતે પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે તે રીતે નિશંકપણે કોંગ્રેસ માટે કારગર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ વારાણસીથી જ પીએમ નરેન્દ્ર મોદી લડશે લોકસભા ચૂંટણીઆ પણ વાંચોઃ વારાણસીથી જ પીએમ નરેન્દ્ર મોદી લડશે લોકસભા ચૂંટણી

English summary
Here is how Priyanka Gandhi entry in politics is great news for congress and real worry for BJP and Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X