
જાણો, 23000નું ચલાન કેવી રીતે કપાયું, કયા ગુનામાં કેટલો દંડ?
નવી દિલ્હીઃ એક સપ્ટેમ્બરથી દેશના મોટા ભાગના રાજ્યોમાં સંસોધિત મોટર વ્હીકલ એક્ટ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ એક્ટમાં હવે પહેલાના મુકાબલે કેટલાય ગણો વધુ દંડનું પ્રાવધાન છે. નવો નિયમ લાગૂ થયા બાદ મંગળવારે ગુરુગ્રામમાં એક સ્કૂટીનું 23000 રૂપિયાનું ચલાન કપાયું. જે શખ્સની સ્કૂટીનું ચલાન કપાયું તેનું નામ દીપક છે. દીપકે જણાવ્યું કે તેની સ્કૂટીની કિંમત માત્ર 15000 રૂપિયાથી વધુ નથી, એવામાં 23000 રૂપિયાના દંડ પર તેણે સવાલ ઉઠાવ્યા. એટલું જ નહિ, તેણે કહ્યું કે દંડની રાશિ ઓછી થવી જોઈએ. જો કે 23000 રૂપિયાનું તેનું ચલાન કેવી રીતે બન્યું આગળ જણાવીએ.

દિનેશ મદાનની સ્કૂટીનું 23000નું ચાલાન કપાયું
સ્કૂટીનું ચાલાન કપાયા બાદ ચર્ચામાં આવેલ દિનેશ મદાન દિલ્હીની ગીતા કોલોનીમાં રહે છે. તેમણે જણાવ્યું કે હું કોઈ કામના સિલસિલામાં ગુડગાંવ આવ્યો હતો. જિલ્લા અદાલત કોમ્પલેક્સ સામે આવેલ સર્વિસ રોડ પર મેં મારો હેલમેટ ઉતારી દીધો. બાદમાં બાજુમાં જ ઉભેલા ટ્રાફિક પોલીસકર્મીઓએ તેમને ઉભા રહેવાનો ઈશારો કર્યો. આ દરમિયાન તેમણે સ્કૂટીના કાગળ માંગ્યાં. કાગળ ન હોવાના કારણે 23000 રૂપિયાનું ચાલાક કાપ્યું.
|
15000 રૂપિયાની સ્કૂટીનું આવી રીતે બન્યું 23000 રૂપિયાનું ચાલાન
દિનેશ મદાનનું ચાલાન 23000 રૂપિયા એટલા માટે થઈ ગયું કેમ કે નવા ટ્રાફિક નિયમ મુજબ દંડની રાશિમાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ દિનેશ મદાને ડ્રાઈવિંગ દરમિયાન હેલમેટ નહોતો પહેર્યો. ગાડીના ડૉક્યુમેન્ટ્સ પણ નહોતાં, એવામાં તેના પર આટલો મોટો દંડ કેવી રીતે લાગ્યો. ટ્રાફિકના નવા નિયમ મુજબ ડ્રાઈવિંગ લાઈસેન્સ ન હોવા પર 5 હજાર રૂપિયાનો દંડ થયો. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક સાથે ન હોવાના કારણે 5000 રૂપિયાનો દંડ થયો, ઈન્સ્યોરન્સના કાગળ સાથે નહોતાં એટલે 2000 રૂપિયાનો દંડ અને પોલ્યૂશન સર્ટિફિકેટ નહોતું માટે 10000 રૂપિયાનો દંડ અને હેલમેટ નહોતો પહેર્યો જેના કારણે એક હજાર રૂપિયાનો દંડ થયો. આવી રીતે દિનેશ મદાન પાસેથી કુલ 23000 રૂપિયાનું ચાલાન કાપવામાં આવ્યું.

સ્કૂટીનું આટલું ચાલાન હોવા પર શું બોલ્યા દિનેશ મદાન
આટલું તગડું ચાલાન થવા પર દિનેશે જણાવ્યું કે મેં 2015માં સ્કૂટી ખરીદી હતી, હવે તેની કિંમત 15000 જેવી હશે. તેમણે એમપણ કહ્યું કે મને બિલકુલ જાણકારી નહોતી કે નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થઈ ચૂક્યો છે. જો કે હવે હું એટલું ઈચ્છીશ કે અદાલત મારા પર ઓછામાં ઓછો દંડ લગાવે. હાલ હું કોર્ટના આદેશનું પાલન કરીશ. સાથે જ ગાડીના બધા જ ડૉક્યુમેન્ટ્સ મારી પાસે હોય તેનું હું ખાસ ધ્યાન રાખીશ.