For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં EVMના બદલે બેલેટ બૉક્સથી કેમ થાય છે મતદાન? જાણો કારણ

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક તરફ જ્યાં હવે ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી થઈ રહી છે તો પછી રાષ્ટ્રપતિની ચૂંટણી શા માટે બેલેટ બૉક્સ દ્વારા કરવામાં આવે છે. જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક તરફ જ્યાં હવે ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી થઈ રહી છે તો પછી રાષ્ટ્રપતિની ચૂંટણી શા માટે બેલેટ બૉક્સ દ્વારા કરવામાં આવે છે. દેશમાં 2004થી અત્યાર સુધી ઈવીએસ દ્વારા ચાર લોકસભા ચૂંટણી, 127 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી હજુ પણ બેલેટ બૉક્સ દ્વારા યોજાય છે. માત્ર રાષ્ટ્રપતિની ચૂંટણી જ નહિ પરંતુ ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના સભ્યો અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પણ ઈવીએમ દ્વારા કરવામાં આવતી નથી.

election

વાસ્તવમાં ઈવીએમ એક એવી ટેક્નોલૉજી છે જ્યાં મતદારો તેમના ઉમેદવાર માટે તેમના મનપસંદ ઉમેદવારને સીધા જ પસંદ કરે છે. ઈવીએમ મતોના એકત્રીકરણનુ કામ કરે છે. ઇવીએમ દ્વારા ચૂંટણી દરમિયાન મતદારો બટન દબાવીને તેમના ઉમેદવારને પસંદ કરે છે. આ કિસ્સામાં જે પક્ષ સૌથી વધુ મત મેળવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ એકલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમના આધારે ચૂંટાય છે. આ સિસ્ટમ મુજબ એકલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા દરેક મતદાર માત્ર તે ઉમેદવારોની પસંદગી પર પોતાનો મત આપી શકે છે જેઓ ચૂંટણી લડી રહ્યા છે. આ જ કારણ છે કે ઈવીએમ મશીન દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી નથી થતી. ઈવીએમ મશીન આ સિસ્ટમ માટે તૈયાર કરવામાં આવ્યુ નથી.

અધિકારીઓએ જણાવ્યુ કે ઈવીએમ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ માટે તૈયાર કરવામાં આવ્યા નથી. આ કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેનો ઉપયોગ થતો નથી. ચૂંટણી પંચના ત્રિમાસિક મેગેઝિન માય વોટ મેટર્સના ઓગસ્ટ 2021ના અંક અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ઈવીએમ દ્વારા ચાર લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, જ્યારે 127 વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક વોટની કલ્પના સૌપ્રથમ 1977માં કરવામાં આવી હતી. ત્યારબાદ હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી અને ઈવીએમની ડિઝાઈન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

English summary
Here is why EVM is not used for president election in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X