For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha exit polls 2019: આટલા માટે ભરોસાને લાયક નથી એક્ઝીટ પોલ

એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા બાદ વાસ્તવિક પરિણામો વિશે ઠોસ રીતે કંઈ પણ કહેવુ કોઈના માટે સંભવ નથી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીનું સાતમાં તબક્કાનું મતદાન ખતમ થવા સાથે જ તમામ ટીવી ચેનલ્સ પર એક્ઝીટ પોલનું પૂર આવી ગયુ. અલગ અલગ ચેનલ પોતાના એક્ઝીટ પોલ બતાવી રહ્યા હતા અને તેની વિશ્વસનીયતા વિશે ભરોસો જતાવવામાં આવી રહ્યો હતો પરંતુ આ પહેલી વાર નથી જ્યારે ચૂંટણી બાદ એક્ઝીટ પોલનું પૂર આવ્યુ છે. આ પહેલા પણ ચૂંટણી બાદ એક્ઝીટ પોલ સામે આવતા રહ્યા છે અને ઘણી વાર આ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે જ્યારે અમુક લોકોના એક્ઝીટ પોલ ઘણી હદ સુધી સાચા સાબિત થયા છે. એવામાં એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા બાદ વાસ્તવિક પરિણામો વિશે ઠોસ રીતે કંઈ પણ કહેવુ કોઈના માટે સંભવ નથી. પરંતુ એક વાત આ તમામ એક્ઝીટ પોલમાં સ્પષ્ટ છે કે બધા એક્ઝીટ પોલમાં ભારતીય જનતાની આગેવાનીવાળી એનડીએને પૂર્ણ બહુમત મળતો જોવા મળી રહ્યો છે અને આ વાતના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે એકવાર ફરીથી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બની શકે છે.

આ પણ વાંચોઃ આજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રાઆ પણ વાંચોઃ આજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રા

2004માં ખોટા સાબિત થયા એક્ઝીટ પોલ

2004માં ખોટા સાબિત થયા એક્ઝીટ પોલ

ગઈ ચૂંટણી બાદના એક્ઝીટ પોલની વાત કરીએ તો તે વિશ્વસનીયતા પર ખરા નથી ઉતર્યા. વર્ષ 2004 અને 2009માં એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને ઘણી સીટો મળવાનો દાવો કરી રહ્યા હતા જ્યારે વાસ્તવિક પરિણામોમાં હકીકત કંઈ અલગ જ હતી. વળી, 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો એક્ઝીટ પોલ ભાજપની યોગ્ય સ્થિતિનું આંકલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને ભાજપને તેમણે ઓછા આંક્યા હતા. પરિણામ જાહેર થયા બાદ સ્થિતિ એકદમ અલગ હતી. 2004માં દરેક એક્ઝીટ પોલ દાવો કરી રહ્યુ હતુ કે ઈન્ડિયા શાઈનિંગના દમ પર એનડીએ લગભગ 250 સીટો પર જીત મેળવશે પરંતુ પરિણામ આવ્યા બાદ ભાજપ માત્ર 187 સીટો પર સમેટાઈ ગઈ.

2009માં થયા આ હાલ

2009માં થયા આ હાલ

વર્ષ 2009ની ચૂંટણીની વાત કરીએ તો એ વખતે પણ એક્ઝીટ પોલમાં એનડીએને 187 સીટો પર જીત મળી રહી હતી જ્યારે યુપીએને 296 સીટો પર જીત મળી રહી હતી. આનું મોટુ કારણ એ હતુ કે 2009માં કોઈ મજબૂત લહેર નહોતી પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા તો એનડીએને 159 સીટો મળી જ્યારે યુપીએને 263 સીટો પર જીત મળી. 2014ની પણ સ્થિતિ કંઈ આ રીતની જ હતી. તમામ એક્ઝીટ પોલ વાસ્તવિક પરિણામોની આસપાસ પણ ન પહોંચી શક્યા અને ભાજપ તેમજ એનડીએને ઘણી ઓછી સીટો આપી રહ્યા હતા.

2014માં પણ ખોટા સાબિત થયા એક્ઝીટ પોલ

2014માં પણ ખોટા સાબિત થયા એક્ઝીટ પોલ

2014માં એક્ઝીટ પોલ એનડીએને 274 સીટો આપી રહ્યા હતા જ્યારે વાસ્તવિક પરિણામોમાં એનડીએને 336 સીટો પર જીત મળી અને ભાજપને પૂર્ણ બહુમતથી ઘણી વધુ 282 સીટો પર જીત મળી. આ વખતે ચૂંટણી દરમિયાન તમામ ચૂંટણી પંડિતોનું માનવુ હતુ કે એનડીએ સરકારની ફરીથી રચના થશે પરંતુ આ વખતે ગઈ વખતની તુલનામાં ઓછી સીટો હશે. એવામાં એ જોવાનું રસપ્રદ બની રહેશે કે 23મેના રોજ જ્યારે ચૂંટણીના વાસ્તવિક પરિણામો ઘોષિત કરવામાં આવશે તો સ્થિતિ શું રહે છે.

દુનિયાના બીજા ભાગોમાં એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા

દુનિયાના બીજા ભાગોમાં એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા

એવુ નથી કે એક્ઝીટ પોલ માત્ર ભારતમાં જ ખોટા સાબિત થાય છે, હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી પૂર્ણ થયા હતા જ્યાં એક્ઝીટ પોલ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા હતા. ઓસ્ટ્રેલિયા ઉપરાંત બ્રેગ્ઝિટ, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એક્ઝીટ પોલ પણ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા. દરેકે હિલેરી ક્લિંટનના જીતવાની શંકા વ્યક્ત કરી હતી પરંતુ પરિણામ જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના રાષ્ટ્રપતિ બન્યા. એક્ઝીટ પોલના આંકડાના આધારે કોઈ પણ નિષ્કર્ષ સુધી પહોંચવુ સંભવ નથી.

English summary
Here is why Lok Sabha exit polls 2019 can not be trusted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X