For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 Lakh Crore Package: નાણામંત્રીએ શિક્ષણ સહિત આ ક્ષેત્ર અંગે જાહેરાતો કરી

20 Lakh Crore Package: નાણામંત્રીએ શિક્ષણ સહિત આ ક્ષેત્ર અંગે જાહેરાતો કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે 20 Lakh Crore Package ને લઈ 5મી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે નાફેડ, એફસીઆઈ અને રાજ્ય સરકારોનો આભાર માનવા માંગીશ કે આવા કપરા સમયે ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ આપવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. ડીબીટી દ્વારા લાભાર્થીઓ સુધી સહાયતા રાશિ મોકલવામાં આવી રહી છે. આ ત્યારે જ શક્ય બની શક્યો જ્યારે આપણે આધુનિક ટેક્નિકનો ઉપયોગ પાછલા 4થી વધુ વર્ષથી કરતા આવી રહ્યા છીએ. 20 લાખ કરોડ જનધન ખાતામાં મોકલવામાં આવ્યા જેમા 10025 કરોડની મદદ કરવામા આવી. ઉજ્જવલા યોજના અંતર્ગત 6.81 કરોડ સિલિન્ડર ફ્રી આપવામા આવ્યા. અહીં વિસ્તૃત જાણો નાણામંત્રીએ વધુ શું જાહેરાતો કરી.

મજૂરોના ખાતામાં રૂપિયા પહોંચ્યા

મજૂરોના ખાતામાં રૂપિયા પહોંચ્યા

  • પ્રવાસૂ મજૂરો માટે ચલાવવામાં આવેલ ટ્રેનના 85 ટકા ભાડું કેન્દ્ર સરકારે આપ્યું. ટ્રેનમાં ખાવાનું પણ ઉપલબ્ધ કરાવાયું.
  • અમે અનાજ, ગેસ અને રોકડ લોકોને પહોંચાડી મદદ કરી.
  • ગરીબોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છેઃ નિર્મલા સીતારમણ
  • કન્સ્ટ્રક્શન મજૂરોના ખાતામાં અત્યાર સુધીમા 50.35 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે.
  • સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખની વીમા યોજના શરૂ કરી, મહામારી એક્ટમાં પણ બદલાવ થયા
  • સ્વાસ્થ્ય સેવાઓ માટે 15 હજાર કરોડ રૂપિયાનું એલાન, ટેસ્ટિં અને લેબ કિટ માટે 550 કરોડ રૂપિયાનું ફંડ
શિક્ષણ પર ભાર આપ્યો

શિક્ષણ પર ભાર આપ્યો

  • ઓનલાઈન અભ્યાસ માટે પીએમ ઈ-વિદ્યા યોજના લાગૂ થશે
  • ધોરણ એકથી 12ના વિદ્યાર્થીઓ માટે દરેક ક્લાસની અલગ ટીવી ચેનલ હશે.
  • દરેક ક્લાસ માટે અલગ ચેનલ હશે, ટેક્નોલોજીથી શિક્ષણ આપવામાં આવશે.
  • વન નશન વન ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત દિવ્યાંગ બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષા આપવામાં આવશે.
  • 200 નવા પાઠ્યપૂસ્તકોને ઈ-પાઠશાળામાં જોડવામાં આવ્યા છે.
  • દેશની 100 યૂનિવર્સિટીઓ 30 મે સુધીમા ઑનલાઈન કોર્સ શરૂ કરી દેશે
અન્ય કેટલીક જાહેરાતો

અન્ય કેટલીક જાહેરાતો

  • કોવિડ-19ને કારણે દેણામાં ડૂબનારી કંપીઓે ડિફોલ્ટમાં નાખવામાં નહિ આવે.
  • બધા જ સેક્ટરમાં હવે ખાનગી રોકાણ શક્ય.
  • ઈનસોલ્વેન્સીની પ્રક્રિયા માટેની મર્યાદા એક કરોડ કરવામાં આવી છે, જે અત્યારે એક લાખ રૂપિયા છે.
  • એમએસએમઈ માટે સંહિતાની કલમ 240સી હેઠળ ઈન્સોલ્વેન્સી પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે.
  • આત્મનિર્ભર ભારત માટે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈજ પૉલિસી લાવવામાં આવશે.
  • હવે રાજ્ય એક ક્વાર્ટર સુધી પોતાની પાસે ઓવર ડ્રાફ્ટ રાખી શકે છે.
  • રાજ્યોને લોન લેવાની ક્ષમતા હવે 3 ટકાથી વધારીને 5 ટકા કર દેવામાં આવી છે.

17 મે બાદ 30 શહેરોમાં સખત લૉકડાઉન ચાલુ રહેશેઃ સૂત્ર17 મે બાદ 30 શહેરોમાં સખત લૉકડાઉન ચાલુ રહેશેઃ સૂત્ર

English summary
highlights of finance ministers fifth tranche of economic package
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X