For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશઃ હૈદરાબાદના 24 વિદ્યાર્થીઓ તણાયા

|
Google Oneindia Gujarati News

river-drown
નવી દિલ્હી, 9 જૂનઃ હિમાચલના મંડી જિલ્લામાં રવિવારે પાણીનો પ્રવાહ વધવાથી 24 છાત્રો વ્યાસ નદીમાં તણાઇ ગયા હોવાના અહેવાલ છે, ગઇ રાતથી ચાલી રહેલા અભિયાનમાં અત્યારસુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. તમામ છાત્રો હૈદરાબાદની એક એન્જીનિયરિંગ કોલેજના હતા. છાત્રો અહી ફરવા માટે આવ્યા હતા, ત્યારે ઔટ નજીક લાર્જી ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં આ છાત્રો તણાઇ ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. લોકોએ કુલુ-મનાલી હાઇવે જામ કરી દીધો છે.

જાણકારી અનુસાર હૈદરાબાદથી 50 કિ.મી દૂર સ્થિત વીએનઆર વિગનાના જ્યોતિ કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના 46 વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટર્નશિપ દરમિયાન હિમાચલ આવ્યા હતા. શિમલામાં રોકાણ કર્યા બાદ આ બધા પોતાની બસ થકી મનાલી પરત ફરી રહ્યાં હતા. ત્યારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ લાર્જી ડેમ પાસે રોકાયા હતા, જે દરમિયાન 24 વિદ્યાર્થીઓ નદીમાં ફોટોગ્રાફી માટે ગયા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પાણીની નજીક જતા રહ્યાં હતા. તેવામાં ડેમમાંથી અચાનક કોઇપણ સૂચના વગર મોટી માત્રામાં પાણી છોડી મુકવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે વિદ્યાર્થીઓ તેમાં તણાઇ ગયા હતા. દુર્ઘટનાનો શિકાર થયેલા 24 લોકોમાં ટ્રિપ મેનેજર કિરણ પણ સામેલ છે. કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓના નામ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેમના વાલીઓને આ ઘટના અંગે માહિતગાર કરી શકાય.

English summary
Himachal: 24 engineering students from Hyderabad feared drowned in river Beas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X