For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Elections 2022 : ચૂંટણી પહેલા હિમાચલ કોંગ્રેસમાં બળવો, 26 નેતા ભાજપમાં જોડાયા

Himachal Elections 2022 : 12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે કોંગ્રેસમાં બળવો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના 26 નેતા ભાજપમાં જોડાઇ ગયા છે.

|
Google Oneindia Gujarati News

Himachal Elections 2022 : 12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે કોંગ્રેસમાં બળવો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના 26 નેતા ભાજપમાં જોડાઇ ગયા છે. ચૂંટણી પહેલા આ બળવો કોંગ્રેસને મોટુ નુકસાન કરી શકે છે. હિમાચલ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કમિટીના પૂર્વ મહાસચિવ ધર્મપાલ ઠાકુર સહિત કુલ 26 નેતા અને કાર્યકર્તાઓએ 07 નવેમ્બરના રોજ ભગવો ધારણ કર્યો હતો.

Himachal Elections 2022

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા 26 નેતાઓએ એકસાથે પાર્ટી છોડવી એ હિમાચલ કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાનને એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ તમામ કોંગ્રેસી નેતાઓ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ઉપાધ્યક્ષ સૌદાન સિંહની હાજરીમાં 07 નવેમ્બરના રોજ પાર્ટીમાં જોડાયા હતા. હિમાચલ ભાજપના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

ભાજપ હિમાચલ પ્રદેશના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક તસવીર ટ્વીટ કરવામાં આવી છે. ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસની દમનકારી નીતિઓને કારણે શિમલાના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પદાધિકારીઓ અને કાર્યકરો કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મુખ્યમંત્રી અને હર્ષ મહાજને પટકાથી તેમનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, આપણે ભાજપની ઐતિહાસિક જીત માટે સાથે મળીને કામ કરીએ.

આ કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ મહામંત્રી ધરમપાલ ઠાકુર, પૂર્વ સેક્રેટરી આકાશ સૈની, રાજન ઠાકુર, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ અમિત મહેતા, મેહરસિંહ કંવર, યુથ કોંગ્રેસ રાહુલ નેગી, જોગીન્દર ઠાકુર, પ્રમુખ નરેશ વર્મા, યોગેન્દ્રસિંહ, રાકેશ ચૌહાણ, પ્રમુખ ધર્મેન્દ્ર કુમાર, વીરેન્દ્ર શર્મા, રાહુલ રાવત, સોનુ શર્મા, અરુણ કુમાર, શિવમ કુમાર, ગોપાલ ઠાકુર, ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી દેવેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, પૂર્વ યુથ કોંગ્રેસના મહાસચિવ મુનીશ મંડલા, બાલકૃષ્ણ બોબી, સુનીલ શર્મા, સુરેન્દ્ર ઠાકુર, સંદીપ સમતા અને રવિ ભાજપમાં જોડાયા છે.

English summary
Himachal Elections 2022 : 26 Congress leaders joined BJP in Himachal Pradesh before Elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X