Himachal Pradesh Election 2022: કોંગ્રેસે જાહેર કર્યુ ઘોષણાપત્ર, રોજગાર, ફ્રી વીજળી સહિત આ મોટા એલાન કર્યા

કોંગ્રેસે આજે શનિવારે પાર્ટીના મુખ્યાલય શિમલામાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે.

Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે ચૂંટણી થવાની છે જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવાનુ છે. કોંગ્રેસે આજે શનિવારે પાર્ટીના મુખ્યાલય શિમલામાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે. જેમાં મતદારોને લોભાવવા માટે યુવાનોને રોજગાર, 300 યુનિટ ફ્રી વિજળી અને મહિલાઓને માસિક વળતર આપવા સહિત ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. આવો જાણીએ કોંગ્રેસના ઘોષણાપત્રના મોટા-મોટા એલાન...

congress
  • કોંગ્રેસ સત્તામાં આવશે તો જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે.
  • જો સત્તામાં આવશે તો 5 લાખ યુવાનોને રોજગાર મળશે.
  • રાજ્યના રહેવાસીઓને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
  • યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 680 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.
  • રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્રમાં ચાર અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે. જ્યાં બાળકોને સારુ આપવામાં આવશે.
  • તમામ ગામોમાં મોબાઈલ ક્લિનિક દ્વારા મફત સારવાર આપવામાં આવશે.
  • ગાયના ગોબરના છાણા 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે.

ચૂંટણી ઢંઢેરાની જાહેરાત બાદ કોંગ્રેસના નેતા ધની રામ શાંડિલે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ હતુ કે આ માત્ર એક ઢંઢેરો નથી પરંતુ હિમાચલ પ્રદેશના ઈતિહાસ અને સંસ્કૃતિ અનુસાર બનેલો દસ્તાવેજ છે. કોંગ્રેસ પોતાના વચનો પુરા કરતી રહેશે. અમને ફક્ત લોકોના સમર્થન અને વિશ્વાસની જરૂર છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થયો હતો. ચૂંટણીમાં ભાજપે કુલ 44 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી. વળી, એક સીટ સીપીઆઈ અને એક સીટ અપક્ષ ઉમેદવારે જીતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X