હિમાચલ પ્રદેશઃ ઑનલાઇન ક્લાસમાં અચાનક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો!

હિમાચલ પ્રદેશઃ ઑનલાઇન ક્લાસમાં અચાનક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો!

સોલનઃ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાની એક ખાનગી સ્કૂલના ઓનલાઇન ક્લાસ દરમિયાન પોર્ન ફિલ્મ ચાલવા લાગી. જેવી જ આ ફિલ્મ ચાલી કે બાળકોએ તે અંગે પોતાના પરિજનોને સૂચના આપી દીધી. ઘટનાને પગલે વાલીઓ પણ ગુસ્સે ભરાયા. વાલીઓએ આ મામલે સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરી. સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જિલ્લા સોલનનો આ પહેલો મામલો હશે જેમાં ઓનલાઇન શિક્ષા દરમિયાન પોર્ન વીડિયો ચાલી પડ્યો હોય.

ધોરણ 7ના બાળકોનો ક્લાસ ચાલી રહ્યો હતો

ધોરણ 7ના બાળકોનો ક્લાસ ચાલી રહ્યો હતો

કેવી રીતે અને ક્યાં આ ચૂક થઇ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે આ ઘટના એવા સમયે ઘટી જ્યારે ધોરણ 7ના બાળકોનો ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યો હતો. સ્કૂલની ટીચર જ્યારે બાળકોને ભણાવી રહી હતી ત્યારે જ અચાનક પોર્ન વીડિયો ચાલવા લાગ્યો. ટીચરે સમજદારી પૂર્વક તરત જ એપ બંધ કરી દીધી અને સ્કૂલ પ્રશાસનને આ અંગે જાણકારી આપી.

ક્લાસ દરમિયાન અશ્લિલ વીડિયો ચાલવા લાગ્યો

ક્લાસ દરમિયાન અશ્લિલ વીડિયો ચાલવા લાગ્યો

સ્કૂલના આચાર્ય ઇજાબેલા એગ્નેસ સંયોજક ચંદ્રેશ શર્માને જ્યારે આ મામલે પૂછવામા આવ્યું તો તેમણે કહ્યું કે ઓનલાઇન શિક્ષા આપતી વખતે આવા પ્રકારની ઘટના ઘટી તે બદલ દુખ છે. પરંતુ આ ઘટનાની સખ્તાઇથી તપાસ કરવા જઇ રહ્યા છીએ અને જે કોઇપણ આ મામલે દષી હશે તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નિયમો મુજબ તેઓ જૂમ એપ છોડી ચૂક્યા છે અને ગૂગલ એપ પર જ સ્કૂલની ઓનલાઇન શિક્ષા આપી રહ્યા છે.

શિક્ષિકાએ તરત એપ બંધ કરી

શિક્ષિકાએ તરત એપ બંધ કરી

તેમણે કહ્યું કે આ ઘટના કેવી રીતે બની તે જાણવાની સ્કૂલ મેનેજમેન્ટ કશિશ કરી રહ્યું છે. તેમણે આશંકા જતાવી કે તેમની એપ હેક કરી કોઇ વ્યક્તિએ અશ્લીલ વીડિયો ચલાવી દેવામાં આવ્યો જેથી સ્કૂલનું નામ બદનામ કરી શકે. પરંતુ તેઓ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે અને જે કોઇપણ દોષી હશે તેને છોડવામાં નહિ આવે. તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X