For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himchal Pradesh : મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર થયા સુખવિંદર સિંહ, જાણો તેમણે શું કહ્યું?

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. પાર્ટી દ્વારા મુખ્યમત્રી પદ માટે બેઠક યોજવામાં આવી રહી છે. અહીં મુખ્યમંત્રી નક્કી થશે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં જીત બાદ હવે કોંગ્રેસે સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. સરકાર બનાવવા માટે કવાયત શરૂ થતા જ હવે મુખ્યમત્રી પદને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ અલગ અલગ નેતાઓ દ્વારા મુખ્યમંત્રી પદ માટે દાવાઓ થઈ રહ્યા છે ત્યારે સીએમ પદના મુખ્ય દાવેદારોમાંથી એક ગણાતા સુખવિંદર સિંહ સુખુ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી અને તેમના માટે હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે.

Himachal Pradesh

અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ હાલ સીએમ પદ માટે વિચાર વિમર્શ કરી રહી છે ત્યારે કેટલાક નેતાઓ દાવા પણ કરી રહ્યા છે. આ પહેલા પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ સિવાય શિમલાથી પાર્ટીના ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણે કહ્યું હતું કે જે પણ નિર્ણય લેવાશે તે જીતેલા ધારાસભ્યો લેશે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68 સીટોની વિધાનસભામાં 40 સીટો જીતીને બીજેપી સરકારને ઉખેડી છે. જીત તો મેળવી લીધી પર હવે કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદ માટે ચહેરો શોધવો મુશ્કેલ બની રહ્યો છે. મુખ્યમંત્રી પદની રેસમાં લોકસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહનું નામ સૌથી આગળ ય છે. આ સિવાય પાર્ટીના પૂર્વ સ્થાનિક પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને ગઈ વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભ્ય દળના નેતા મુકેશ અગ્નિહોત્રીનું નામ પણ ચર્ચામાં છે. હવે સુખવિંદરસિંહ સુખુએ પોતાનું નામ પાછું ખેંચી હાઈકમાન્ડને રાહત આપી છે.

સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, હું મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નથી. હું કોંગ્રેસ પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક અને કાર્યકર અને ધારાસભ્ય છું. પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય આખરી રહેશે. બીજી તરફ શિમલાના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણે કહ્યું છે કે, હાઈકમાન્ડનો નિર્ણય આખરી હશે.

હર્ષવર્ધન ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે અમારી વાત રાખીશું, ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાય મુજબ નિર્ણય લેવાશે. આ મુદ્દે કોંગ્રેસમાં સીએમ પદને લઈને ચાલી રહેલા આંતરકલહના સમાચારો પર રાજ્યના કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે.

રાજીવ શુક્લાએ કહ્યું કે, મિટિંગો કોઈ દોર ચાલુ નથી. કોંગ્રેસના ધારાસભ્યો રસ્તામાં છે અને બેઠક માટે આગમનની રાહ જોવાઈ રહી છે. અહીં એક ઠરાવ પસાર કરવામાં આવશે અને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

English summary
Himachal Pradesh: Sukhwinder Singh is out of the race for the post of Chief Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X