For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી બચવા હિંદુ મહાસભા કરશે ગૌમૂત્ર પાર્ટી

ભારતમાં કોરોના વાયરસ માટે એલર્ટ જારી છે. ત્યાં આ બિમારી માટે વિચિત્ર નિવેદનો સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જાનલેવા કોરોના વાયરસ 50થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેણે 3000થી વધુ લોકોના અત્યાર સુધી જીવ લઈ લીધા છે. કોરોના વાયરસના ભારતમાં 9 કેસ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. ભારતમાં આ બિમારી માટે એલર્ટ જારી છે. વળી, બીજી તરફ આ બિમારી માટે વિચિત્ર નિવેદનો સામે આવી રહ્યા છે.

કોરોના વાયરસથી બચાવ માટે કરશે ગૌમૂત્ર પાર્ટી

કોરોના વાયરસથી બચાવ માટે કરશે ગૌમૂત્ર પાર્ટી

સૌથી વધુ ચોંકાવનારુ નિવેદન તો હિંદુ મહાસભા તરફથી આવ્યુ છે. જેમણે કોરોનાથી બચાવ માટે ટી પાર્ટી એટલે કે ચા પાર્ટીની જેમ ગૌમૂત્ર પાર્ટીનુ આયોજન કરવાનુ એલાન કર્યુ છે. મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ પોતાના ઔપચારિક નિવેદનમાં કહ્યુ કે કોરોનાથી બચાવ માટે હિંદુ મહાસભા ટી પાર્ટીની જેમ જલ્દી કરશે ગૌમૂત્ર પાર્ટી, તમારુ પણ સ્વાગત છે.

કોરોના વાયરસનો ઈલાજ ગૌમૂત્ર અને ગોબરથી કરી શકાય છેઃ સ્વામી ચક્રપાણિ

કોરોના વાયરસનો ઈલાજ ગૌમૂત્ર અને ગોબરથી કરી શકાય છેઃ સ્વામી ચક્રપાણિ

સ્વામી ચક્રપાણીના જણાવ્યા મુજબ કોરોના વાયરસનો ઈલાજ ગૌમૂત્ર અને ગોબરથી કરી શકાય છે. આ પહેલા પણ સ્વામી ચક્રપાણિ મહારાજે દાવો કર્યો હતો કે કોરોના વાયરસથી પીડિત દર્દી જો પોતાના શરીર પર ગોબરનો લેપ લગાવે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે તો તેનો જીવ બચી શકે છે.

સ્વામી ચક્રપાણિએ રાહુલ ગાંધી વિશે કરી હતી વિવાદિત ટિપ્પણી

સ્વામી ચક્રપાણિએ રાહુલ ગાંધી વિશે કરી હતી વિવાદિત ટિપ્પણી

તમને જણાવી દઈએ કે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ એ વખતે વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ. વાસ્તવમાં કોંગ્રેસ સેવાદળના પુસ્તકમાં નાથૂરામ ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધનો દાવો કરવામાં આવ્યો હતો, આના પર સ્વામી ચક્રપાણિએ કહ્યુ કે આ સાવરકરની વિરુદ્ધ હાસ્યાસ્પદ આરોપ છે,અમે પણ સાંભળ્યુ છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે અને તેમના મોટેભાગે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે સમલૈંગિક સંબંધ છે, જેના પર ઘણી બબાલ થઈ હતી.

વિઝા કે ઈ-વિઝા થયા રદ

વિઝા કે ઈ-વિઝા થયા રદ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ માટે ભારત એલર્ટ પર છે. ભારતીય આરોગ્ય મંત્રાલય તરફથી જારી અપડેટ મુજબ ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવતા મુસાફરોને જે વિઝા કે ઈ-વિઝા જારી કરવામાં આવ્યા છે તેને રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને પણ આ દેશોમાં જવાની મનાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Coronavirus: કોરોના વાયરસથી બચવા શું કરવુ અને શું ન કરવુ, જાણો અહીંઆ પણ વાંચોઃ Coronavirus: કોરોના વાયરસથી બચવા શું કરવુ અને શું ન કરવુ, જાણો અહીં

English summary
Hindu Mahasabha plans gaumutra party with cow dung cakes to fight coronavirus in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X