
Video: લાખો લોકો હોળી રમવા કૃષ્ણનગરી મથુરા પહોંચ્યા, બાંકે બિહારીના મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, જુઓ
મથુરાઃ આજે હોળીનો તહેવાર આમ તો સમગ્ર દેશભરમાં મનાવાઈ રહ્યો છે પરંતુ હજારો વર્ષ પૂર્વે જ્યાંથી હોળી મનાવવાની શરૂઆત થઈ તે જગ્યા છે બ્રજભૂમિ. બ્રજભૂમિમાં મથુરા, વૃંદાવન, બરસાના, ગોવર્ધન, નંદગાવ, દાઉજી અને ગોકુળ હાલમાં લાખો હોળીપ્રેમીઓથી ભરેલા છે. દેશ અને દુનિયામાંથી હજુ પણ લોકો પહોંચી રહ્યા છે. આજ સવારથી જ મોટા-મોટા મંદિરો અને કસ્બાઓમાં ભારે ભીડ એકઠી થવા લાગી છે. ન્યૂઝ એજન્સીએ વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરના હોળી વીડિયો જાહેર કર્યા.
હોળી બાંકે બિહારી મંદિરમાં કેવી રીતે મનાવાય છે,જો તમે ત્યાં ન ગયા હોય તો આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકો છો. હાલમાં કોરોનાનો ડર છે, તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે પરંતુ બ્રજમાં ક્યાંય પણ લોકો આ ગાઈડલાઈન્સનુ પાલન કરતા તમને નહિ દેખાય. બાંકે બિહારી મંદિરમાં તો ભીડ એટલી છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. આ જ સ્થિતિ બરસાનાના રાધા રાનીના મંદિરોની છે. મથુરા અને દાઉજીના મંદિર પણ હોળીપ્રેમીઓથી ઠસોઠસ ભરેલા દેખાઈ રહ્યા છે.
#WATCH उत्तर प्रदेश: मथुरा के बांके बिहारी मंदिर में होली का त्योहार मनाते लोग। pic.twitter.com/ueOCamLaTI
— ANI_HindiNews (@AHindinews) March 29, 2021
મંદિર પ્રશાસન તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે ઘણા સપ્તાહથી મોટા આયોજનોની તૈયારીઓ ચાલી રહી હતી. ગયા વર્ષે તો મંદિર બંધ હતા પરંતુ આ વખતે વાત અલગ છે. હવે અહીં એવી રીતે જ ઉત્સવ મનાવી રહ્યા છે જેવુ કોરોના શરૂ થતા પહેલા કરતા હતા.

એક અધિકારીએ જણાવ્યુ કે, 'અહીં ભીડ એટલી વધુ થઈ જાય છે કે નિયમ-કાયદાના પાલનનો સવાલ જ નથી ઉઠતો. સરકાર પણ આ બધુ જુએ છે. એકાદશીના પ્રસંગે પણ શ્રીબાંકેબિહારી મંદિર સહિત મથુરાના મંદિરો તેમજ તીર્થોમાં હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા. હવે આ સંખ્યા લાખોમાં થઈ ગઈ છે.'
उत्तर प्रदेश: मथुरा के बांके बिहारी मंदिर में होली का त्योहार मनाते लोग। #Holi pic.twitter.com/o8BCITP6NW
— ANI_HindiNews (@AHindinews) March 29, 2021
કોરોનાનો કહેર, દેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા 68,020 નવા કેસ