બીજા શહેરોમાં નોકરી કરતા લોકોને ઘરે જવાની મંજૂરી નહિઃ MHA
બીજા શહેરોમાં નોકરી કરતા લોકોને ઘરે જવાની મંજૂરી નહિઃ MHA
નવી દિલ્હીઃ કોરોના વોરિયર્સના વધતા મામલા વચ્ચે કેન્દ્ર સરકારે લૉકડાઉનને 17 મે સુધી વધારી દીધું છે. લૉકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારથી એટલે કે 4મેથી શરૂ થઈ રહ્યો છે, એવામાં ગૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન જાહેર કરતા કહ્યું કે લૉકડાઉન વધારવાનો આ આદેશ એવા વ્યક્તિઓ પર પણ લાગૂ થશે જે કામના સિલસિલામાં પોતાના મૂળ સ્થાનને બદલે બીજા સ્થાને રહેતા હોય છે. આ ઉપરાંત પોતાના મૂળ નિવાસ સ્થાન સુધી યાત્રા કરવા માંગતા લોકોને પણ આ નિયમ લાગૂ પડશે.

જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ચૂકી છે, જ્યારે 1300થી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. આ દરમિયાન લૉકડાઉન વધારવાથી અન્ય રાજ્યોમાં રહેતા નોકરીયાત લોકોની ચિંતા પણ વધવા લાગી છે. એવામાં કેન્દ્ર સરકારે એવા લોકોને સ્પષ્ટ કહ્યું છે કે વિવિધ સ્થળો પર કામના સિલસિલામાં ગયેલા લોકો 17 મે સુધી પોતાના મૂળ નિવાસ સ્થાને યાત્રા નહિ કરી શકે.
It is clarified that order regarding movement of persons amid lockdown is not extended to those categories of persons who're otherwise residing normally at places other than native places for purposes of work etc.&those who wish to visit their native place in normal course: MHA pic.twitter.com/GY9Z2AVHt4
— ANI (@ANI) May 3, 2020












Click it and Unblock the Notifications
