For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 લાખ કરોડના મહાપેકેજ પર અમિત શાહઃ લોકલને બનાવો ગ્લોબલ

દેશના ઈતિહાસમાં પહેલી વાર છે જ્યારે આટલા મોટા રાહત પેકેજનુ એલાન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીના આ એલાન પર ગૃહમંત્રી અમિત શાહે તેમનો આભાર માન્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લૉકડાઉન 4ની ઘોષણા સાથે જ કોરોના અને લૉકડાઉનના કારણે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલ દેશ માટે મહાપેકેજની ઘોષણા કરી દીધી છે. મંગળવારે દેશના નામ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના સ્પેશિયલ આર્થિક પેકેજની ઘોષણા કરી દીધી. દેશના ઈતિહાસમાં પહેલી વાર છે જ્યારે આટલા મોટા રાહત પેકેજનુ એલાન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીના આ એલાન પર ગૃહમંત્રી અમિત શાહે તેમનો આભાર માન્યો છે.

amit shah

અમિત શાહે આ રાહત પેકેજનુ સ્વાગત કરીને કહ્યુ કે મોદી સરકારના દરેક નિર્ણયમાં દેશ અને દેશવાસીઓનુ હિત કેન્દ્રિત છે. તેમણે કહ્યુ કે આ રાહત પેકેજથી દેશના ગરીબ, ખેડૂત, મધ્યમવર્ગ અને વેપારી વર્ગનુ હિત શામેલ છે. આ પેકેજ દેશના દરેક વર્ગને સશક્ત અને દેશને આત્મનિર્ભર બનાવશે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એક વિશેષ અપીલ પણ કરી છે. કોરોના સંકટ કાળની વિષમ પરિસ્થિતિ લોકલે જ લોકોની જરૂરિયાત પૂરી કરી છે તો હવે સમય આવી ગયો છે કે આપણે વધુને વધુ લોકલ પ્રોડક્ટ્સના ઉપયોગનો જ સંકલ્પ લઈએ અને પોતાના લોકલને ગ્લોબલ બનાવીએ.

અમિત શાહે લોકલને ગ્લોબલ બનાવવાની વાત કહી છે. તેમણે કહ્યુ કે 130 કરોડ લોકોની શક્તિવાળા ભારત જો નક્કી કરી લે તો દરેક સંકલ્પ સંભવ છે. તેમણે કહ્યુ કે દરેક દેશવાસીએ એ પ્રણ લેવો પડશે કે તે થાક્યા વિના દેશને આત્મનિર્ભર બનાવવામાં પોતાનુ પૂરુ યોગદાન આપશે. અમિત શાહે કહ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે અને આમાં આપણે જરૂર જીતી શકીશુ.

20 લાખ કરોડું મહાપેકેજઃ 4 L પર ફોકસ, નાણામંત્રી આજે કરશે મોટી ઘોષણા20 લાખ કરોડું મહાપેકેજઃ 4 L પર ફોકસ, નાણામંત્રી આજે કરશે મોટી ઘોષણા

English summary
Home Minister Amit Shah first Reaction on 20 Lakh Crore special economic package, said make Local to Global
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X