For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહની 24 કલાકમાં 3 બેઠક, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

દિલ્હી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહની 24 કલાકમાં 3 બેઠક, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વી દિલ્હીમાં મંગળવારે નવેસરથી હિંસા ભડકી જેમાં મૃતકની સંખ્યા વધીને 17 ઈ ગઈ છે. દિલ્હી હિસાને લઈ ગૃહમંત્રી અમિત શાહે 24 કલાકમા ત્રણ બેઠક કરી. ગૃહમંત્રીની બેઠકમાં ભારતીય પોલીસ સેવાના અધિકારી એસએન શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા, જેમને સ્પેશિયલ પોલીસ કમિશ્નર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠક દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક, કોંગ્રેસ નેતા સુભાષ ચોપડા, ભાજપના નેતા મનોજ તિવારી સાથે દિલ્હીની કાનૂન વ્યવસ્થા પર ચર્ચા કર્યાના કેટલાક કલાક બાદ થઈ. અમિત સાહે તમામ પાર્ટીઓના નેતાઓને કહ્યું કે પાર્ટીની રાજનીતિથી ઉપર ઉઠી દિલ્હીમાં શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરે.

caa

જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ મોડી રાતે ઉત્તર પૂર્વી દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં જઈ ત્યાં હાલાતનો રિપોર્ટ મેળવ્યો. અગાઉ તેમણે દિલ્હી પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ કરી.

જ્યારે પીટીઆઈના રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસે મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું કે દિલ્હીના કેટલાક ભાગોમાં ભડકેલી હિંસા તરત નિયંત્રિત કરવા માટે તેમની પાસે પર્યાપ્ત બળ નહોતું. અધિકારીઓએ આ જાણકારી આપી. એક અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે દિલ્હી પોલીસના કમિશ્નર અમૂલ્ય પટનાયકે ગૃહ મંત્રાલયના શીર્ષ અધિકારીઓ સાથે પોતાની બેઠક દરમિયાન પર્યાપ્ત બળ નહોતું જેને કારણે સ્થિતિ બગડી.

જોકે કેટલાક કલાકો બાદ દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી મંદીપ સિંહ રંધાવાએ કહ્યું કે ગૃહ મંત્રાલયની કોઈપણ બેઠકમાં દિલ્હી પોલીસના અધિકારીઓ દ્વારા અમારી પાસે પર્યાપ્ત બળ નહોવાનું કહેવાયું નથી. તેમણે કહ્યુંકે જમીન પર અમારું પર્યાપ્ત બળ તહેનાત છે અને અમને એડિશનલ બળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે ઉત્તરપૂર્વી દિલ્હીમાં મંગળવારે નવેસરથી હિંસા ભડકી ગઈ જેમાં મતકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. પોલીસ ભીડ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરી રહી છે. ભીડમાં સામેલ લોકો દુકાનોમાં આગ લગાવી રહ્યા હતા, પથ્થરમારો કરી રહ્યા હતા અને તેઓ સ્થાનિક લોકો સાથે મારપીટ કરી રહ્યા હતા, રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તરપૂર્વી વિસ્તારમાં તણાવના બીજા દિવસે હિંસા ચાંદબાગ અને ભજનપુરા સહિત કેટલાય ક્ષેત્રોમાં ફેલાઈ. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો. દુકાનોને આગ લગાવવામાં આવી. દંગાઈઓએ ગોકલપુરીમાં બે દમકળ વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દીધા. ભીડ ભડકાઉ નારા લગાવી રહી હતી અને મૌજપુર તથા અન્ય સ્થળોએ પોતાના રસ્તામાં આવતી ફળની ગાડીઓ, રિક્શા અને અન્ય ચીજોમાં આગ લગાવી દીધી.

દિલ્લી હિંસાઃ ઘાયલોને સુરક્ષા અને ઈલાજ માટે દિલ્લી HCએ અડધી રાતે સુનાવણી કરી આપ્યા નિર્દેશદિલ્લી હિંસાઃ ઘાયલોને સુરક્ષા અને ઈલાજ માટે દિલ્લી HCએ અડધી રાતે સુનાવણી કરી આપ્યા નિર્દેશ

English summary
Home minister amit shah holds 3rd meeting in 24 hours regarding delhi CAA clash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X