ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે, જાણો આખુ શિડ્યુલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે.
શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમિત શાહની આ મુલાકાત ઘણી મહત્વની છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ કાશ્મીરમાં બે રેલીઓને સંબોધિત કરવાના છે. તેઓ સોમવારે મોડી રાતે જમ્મુ પહોંચ્યા. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર આજે જમ્મુ પહોંચ્યો છુ. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જમ્મુ-કાશ્મીરની જનતા સાથે વાત કરવા માટે ઉત્સુક છુ.'

અમિત શાહે પોતાના અન્ય એક ટ્વિમાં જમ્મુમાં ગુર્જર, બકરવાલ તેમજ પહાડી સમાજ અને શિખ સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાતનો ફોટો શેર કર્યો. અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશ(યુટી)માં બે રેલીઓને સંબોધિત કરવાના છે. બીજા એક ટ્વિમાં અમિત શાહે કહ્યુ, 'પીએમ નરેન્દ્ર મોદીજીએ જમ્મુ-કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ બનાવવામાં મહારાજા હરિસિંહજીના યોગદાનને નમન કરીને તેમની જયંતિ પર રાજકીય રજા જાહેર કરી છે. જમ્મુમાં ડોગરા સમાજના પ્રતિનિધિઓને ભેટ આપીને આ નિર્ણય પર મોદીજીનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો છે.'
તમને જણાવી દઈએ કે હાલમાં જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં 20-25 લાખ નવા મતદારો ઉમેરાય તેવી સંભાવના છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે. આને જોતા અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. વળી રાજ્યની સુરક્ષાની સ્થિતિના સંદર્ભમાં પણ આ મુલાકાત ખાસ મનાઈ રહી છે. તેમની મુલાકાત પહેલા રાજ્યમાં એક પછી એક હુમલાને જોતા સુરક્ષા સ્થિતિની સમીક્ષા વધુ મહત્વની બની ગઈ છે. હાલમાં જ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ ખુલાસો કર્યો હતો કે ઉધમપુરમાં બ્લાસ્ટનો હેતુ હાઈપ્રોફાઈલ નેતાને નિશાન બનાવવાનો હતો.
અમિત શાહનુ આખુ શિડ્યુલ
- રિપોર્ટ મુજબ અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં બે રેલીઓને સંબોધિત કરવાના છે. આજે મંગળવારે તેઓ જમ્મુના રાજૌરી જિલ્લામાં રેલી કરશે. સમાચાર મુજબ અમિત શાહ આજે માતા વૈષ્ણોદેવીના દર્શન પણ કરી શકે છે.
- અમિત શાહની બીજી રેલી બુધવારે ઉત્તરી કાશ્મીરના બારામૂલામાં થશે. આ બંને રેલીઓ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
- જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓએ કહ્યુ કે અમિત શાહ પ્રવાસ દરમિયાન પહાડી સમુદાય માટે અનુસૂચિત જનજાતિ(એસટી)ના દરજ્જાના મુદ્દા પર પણ ઘોષણા કરી શકે છે.
અનુચ્છેદ 370ને દૂર કરવા અને તત્કાલીન રાજ્યના વિભાજન બાદ અમિત શાહની જમ્મુની આ પહેલી યાત્રા છે. વળી, કાશ્મીરનો બીજો પ્રવાસ છે. જમ્મુ-કાશ્મીર ભાજપ પદાધિકારીઓના જણાવ્યા મુજબ ગૃહમંત્રી અમિત શાહની યાત્રા દરમિયાન પહાડી સમુદાય માટે એસટીના દરજ્જાનો મુદ્દો ઉઠાવવાની અપેક્ષા છે. આ પહેલા, જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પ્રવકતા અલ્તાફ ઠાકુરે સંકેત આપ્યા હતા કે અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન આ મુદ્દાનો ઉલ્લેખ કરશે. તેમણે ગયા સપ્તાહે કહ્યુ હતુ, 'અમિત શાહ પોતાના યુટી પ્રવાસ દરમિયાન પહાડી સમુદાયના એસટીના દરજ્જા વિશે એક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે.'
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
