For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ: NRC તો રાજીવ ગાંધી લઈને આવ્યા હતા, આજે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહે દિલ્લીના દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

ગૃહમંત્રી અમિત શાહે દિલ્લીના દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો. હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યુ કે એનઆરસી રાજીવ ગાંધી લઈને આવ્યા હતા ત્યારે તે સેક્યુલર હતા પરંતુ હવે સોનિયા ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે નાગરિકતા સુધારા કાયદા પર વિપક્ષ દુષ્પ્રચાર અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે.

અમિત શાહ બોલ્યા - રાજીવ ગાંધી લઈને આવ્યા હતા એનઆરસી

અમિત શાહ બોલ્યા - રાજીવ ગાંધી લઈને આવ્યા હતા એનઆરસી

અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે તમારે જે રાજકીય વિરોધ કરવો હોય તે કરો, ભાજપની મોદી સરકાર બધા શરણાર્થીઓને નાગરિકતા આપશે. તે ભારતના નાગરિક બનશે અને સમ્માન સાથે રહેશે. વિરોધ કરનારા પહેલા પાકિસ્તાનથી આવેલા ઘણા દલિત ભાઈ-બહેન દિલ્લી અને હરિયાણાની બૉર્ડર પર રહે છે જે બિલનો વિરોધ કરી રહ્યા છે, તે જઈને પહેલા તેમની ખબર લે. 30-40 વર્ષોથી બીજી-ત્રીજી પેઢી આવવા થઈ પરંતુ તેમને નાગરિકતા નથી મળી.

મોદી સરકાર કોઈની સાથે અન્યાય નથી કરતીઃ અમિત શાહ

મોદી સરકાર કોઈની સાથે અન્યાય નથી કરતીઃ અમિત શાહ

શાહે કહ્યુ કે હું ફરીથી કહેવા ઈચ્છુ છે તે આમાં નાગરિકતા લેવા નહિ પરંતુ આપવાની જોગવાઈ છે. હું બધા લોકોને કહેવા ઈચ્છુ છુ કે આ કાયદાનો અભ્યાસ કરો, જો તમારા પાસે માહિતી છે તો એમાં કંઈક એવુ છે કે કોઈની સામે કાયદો અન્યાય કરે તો અમને કહો... મોદી સરકાર કોઈની સાથે અન્યાય નથી કરતી.

આ પણ વાંચોઃ દિલ્લીની ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ, હજુ ગગડશે પારો, જાણો ઠંડી વધવાના કારણઆ પણ વાંચોઃ દિલ્લીની ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ, હજુ ગગડશે પારો, જાણો ઠંડી વધવાના કારણ

સોનિયા ગાંધીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

સોનિયા ગાંધીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

ઉલ્લેખનીય છે કે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને મળીને તેમને નાગરિકતા સુધારા કાયદા સામે મેમોરેન્ડમ આપ્યુ છે. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યુ, પૂર્વોત્તરની જે સ્થિતિ છે તે હવે આખા દેશમાં દેખાઈ રહી છે. રાજધાની દિલ્લીમાં પણ સ્થિતિ ઠીક નથી. બહુ જ ગંભીર સ્થિતિ છે, અમને ડર છે કે આ હજુ વધી શકે છે. જે રીતનુ વર્તન પોલિસે પ્રદર્શન કરનાર લોકો સાથે કર્યુ છે તે પણ યોગ્ય નથી. સરકાર બધાનુ મોઢુ બંધ કરી દેવા ઈચ્છે છે. સોનિયા ગાંધી જામિયામાં પોલિસે બાળકોને હોસ્ટેલોમાંથી ખેંચીને માર્યા છે. એવુ લાગે છે કે સરકાર બધાનુ મોઢુ બંધ કરી દેવા માંગે છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યુ, આ કાયદાએ દેશને સળગાવવાનુ કામ કર્યુ છે. દેશનો કોઈ ભાગ એવો નથી જ્યાં પ્રદર્શન ન થઈ રહ્યુ પરંતુ સરકારને આની ચિંતા નથી. અમે રાષ્ટ્રપતિનુ ધ્યાન આ તરફ દોર્યુ છે. કોંગ્રેસ ઉપરાંત રાજદ, ટીએમસી, ડીએમકે, લેફ્ટ, સપા અને બીજા વિપક્ષી દળોના નેતા આ પ્રતિનિધિ મંડળમાં શામેલ રહ્યા.

English summary
Home Minister Amit Shah Says Rajiv Gandhi Brought Nrc But Sonia Gandhi Is Opposing It
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X