ગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો, ખુદ ટ્વીટ કરી જાણકારી આપી

ગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો, ખુદ ટ્વીટ કરી જાણકારી આપી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી ખુદ દેશના ગૃહ મંત્રી પણ નથી બચી શક્યા. રવિવારે તેમણે ખુદ ટ્વીટ કરી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી છે. ગૃહ મંત્રીએ લખ્યું, 'કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી તબિયત ઠીક છે પરંતુ ડોક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારો અનુરોધ છે કે તમારામાંથી જે કોઈપણ લોકો પાછલા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તો કૃપિયા સ્વયંમને આઈસોલેટ કરી પોતાની તપાસ કરાવે.

amit shah

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ પાંચ ઓઘસ્ટે રામ મંદિરના શિલાન્યાસ આયોજનમાં પીએમ મોદી સાથે ભાગ લેવાના હતા, પરંતુ હવે તેમોન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કાર્યક્રમમાં ગૃહમંત્રીની ઉપસ્થિતિ હવે મુશ્કેલ જણાઈ રહી છે. અમિત શાહ હાલ ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલે દાખલ થશે અને હાઈડલાઈન મુજબ કેટલાક દિવસ આઈસોલેશનમાં વિતાવી શકે છે.

લોકમાન્ય તિળકની પુણ્યતિથિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ગૃહમંત્રી અમિત શાહ પહેલા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોના પોઝિટિવ થયા હતા, હાલ હોસ્પિટલે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16 લાખને પાર પહોંચી ચૂક્યો છે. અમિત શાહને કોરોના પોઝિટિવ થયા બાદ લોકોની ચિંતા વધી ગઈ છે કેમ કે હાલમાં જ તેમણે કેટલાય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પાછલા દિવસોમાં અમિત શાહે બાળ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X