અમિત શાહની તબિયત ફરી લથડતાં AIIMS માં દાખલ કરાયા
અમિત શાહની તબિયત ફરી લથડતાં AIIMS માં દાખલ કરાયા
નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ મોડી રાતે 2 વાગ્યે તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે,. જો કે હજી સુધી આ મામલે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે અગાઉ અમિત શાહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના અહેવાલ મળ્યા હતા.

અગાઉ 14 ઓગસ્ટે ખુદ અમીત શાહે ટ્વીટ કરી પોતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો ધન્યવાદ આપું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામના આપી મારા અને મારા પરિજનોનો હોંસલો વધાર્યો તેમનો તમામનો હ્રદયથી આભાર માનું છું. ડૉક્ટર્સની સલાહ પર હજી થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહીશ. કોરોના સંક્રમણથી લડવામાં મારી મદદ કરનારા અને મારા ઉપચાર કરનારા મેદાંતા ડોક્ટરના તમામ ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરું છું.'












Click it and Unblock the Notifications
