સ્વતંત્રતા દિવસ પર 215 પોલિસકર્મીઓને વીરતા પુરસ્કાર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ પોલિસકર્મીઓના નામોની યાદી જાહેર કરી દીધી છે જેમને આ વર્ષે સ્વતંત્રતા દિવસ 2020 પર સમ્માનિત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ પોલિસકર્મીઓના નામોની યાદી જાહેર કરી દીધી છે જેમને આ વર્ષે સ્વતંત્રતા દિવસ 2020 પર સમ્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ વર્ષે કુલ 215 પોલિસકર્મીઓને વીરતા સેવા માટે પોલિસ પદક(પીએમજી) આપવામાં આવશે. 80 પોલિસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલિસ મેડલ (પીપીએમ) આપવામાં આવશે. 631 પોલિસકર્મીઓને મેઘાવી સેવાઓ માટે પોલિસ પદકથી સમ્માનિત કરવામાં આવશે.

સ્વતંત્રતા દિવસ પર આ વર્ષે કુલ 926 પોલિસકર્મીઓને પુરસ્કાર આપવામાં આવશે. જમ્મુ કાશ્મીર પોલિસના 94 જવાનોને પુરસ્કાર આપવામાં આવશે. આમાંથી 81 પોલિસકર્મીઓને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. આ લિસ્ટમાં ઉત્તર પ્રદેશના 23 પોલિસકર્મીઓને વીરતા, 6ને રાષ્ટ્રપતિ પદક અને 73ને પોલિસ મેડલ આપવામાં આવશે.
આ વર્ષે દિલ્લીના 35, અસમના 21, મધ્ય પ્રદેશના 20, આંધ્ર પ્રદેશના 16, છત્તીસગઢના 14, ગુજરાતના 19, હરિયાણાના 12, ઝારખંડના 24, કર્ણાટકના 19, હિમાચલ પ્રદેશના 4, કેરળના 6, પુડુચેરીના એક પોલિસકર્મીને સમ્માનિત કરવામાં આવશે. ભારત-તિબેટ સીમા પોલિસ(આઈટીબીપી) તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમણે 21 જવાનોને વીરતા પદક અને 294 ડીજી ગેલેંટ્રી કમેંડેશન મેડલ પોતાના કર્મીઓને આપવાની ભલામણ ગૃહ મંત્રાલયને કરી છે. આ ભલામણ ચીન સાથે મે-જૂનમાં ઝડપ દરમિયાન સાહસ અને બહાદૂરી બતાવવા માટે કરી છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા












Click it and Unblock the Notifications
