તમામ રાજ્યોને આદેશ- મોદીની રેલીઓની સુરક્ષા વધારવામાં આવે
નવી દિલ્હી, 28 ઓક્ટોબર: પટણાના ગાંધી મેદાનમાં રવિવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટો બાદ રેલીમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થાને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે. આ ક્રમમાં ગૃહમંત્રાલયે સોમવારે તમામ રાજ્યોને ફરમાન જારી કરી જણાવી દીધું છે કે નરેન્દ્ર મોદીની રેલીઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે. ગૃહમંત્રાલયે આ બાબતે દરેક રાજ્યોને એલર્ટ કરી દીધા છે.
નોંધનીય છે કે પટણામાં શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો બાદ ભાજપ પોતાના પૂર્વ રાજગ સહયોગી જેડીયૂના નેતૃત્વવાળી બિહાર સરકાર પર નરેન્દ્ર મોદીની રેલીને લઇને 'યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ' રહેવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ તેની કડક નિંદા કરે છે.

જ્યારે પટનામાં થયેલી શ્રેણીબધ્ધ વિસ્ફોટો પર રાજનૈતિક દોષારોપણ શરૂ થઇ ગયો છે અને ભાજપે અપૂરતી સુરક્ષા વ્યવસ્થાનો આરોપ લગાવ્યો છે, અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલે બચાવપ્રયુક્તિ અપનાવીને કોઇપણ ખામી હોવાનો અસ્વીકાર કર્યો છે.
આ વિસ્ફોટો માટે ભાજપની વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે ગુપ્ત એજન્સીઓની નિષ્ફળતાને સંપૂર્ણ રીતે દોષી ગણાવી છે. જ્યારે નીતિશ કુમારે જણાવ્યું કે વિસ્ફોટને લઇને ન તો કેન્દ્ર તરફથી અને ન તો રાજ્ય તરફથી કોઇ ગુપ્ત સૂચના મળી હતી. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે વિસ્ફોટની તપાસમાં જાણવું જોઇએ કે ખાનગી ફાયદા માટે વિસ્ફોટ પાછળ કોઇ રાજનૈતિક પક્ષનો હાથ હતો.












Click it and Unblock the Notifications
