For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Home Quarantine: ઘરમાં રહેતા કોરોના વાયરસના દર્દી કેવી રીતે કરશે પોતાની દેખરેખ?

ચાલો, અમે તમને જણાવીએ કે ઘરમાં રહેતા કોરોના વાયરસના દર્દીઓની કેવી રીતે સારસંભાળ લેવી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. હોસ્પિટલોમાં બેડની કમીના કારણે કોરોનાના લાખો દર્દીઓને ઘરે મેડિકલ સપોર્ટ આપીને હોમ ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે. ભારતમાં હાલમાં 34 લાખ 13 હજાર 642 કોરોનાના સક્રિય દર્દી છે. આમાંથી ઘણા લાખ દર્દીઓને ઘરે જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એવામાં પરિવારજનો અને કોરોનાના હોમ ક્વૉરંટાઈનમાં રહેતા દર્દીઓની સૌથી મોટી ચિંતા એ છે કે તેમની યોગ્ય દેખરેખ કેવી રીતે કરી શકાય. તો ચાલો, અમે તમને જણાવીએ કે ઘરમાં રહેતા કોરોના વાયરસના દર્દીઓની કેવી રીતે સારસંભાળ લેવી.

home quarantine

ઘરમાં રહેતા કોરોના દર્દીની કેવી રીતે સારસંભાળ લેશો

સૌથી પહેલા જો તમને કોવિડ-19ના લક્ષણ હોય તો કોઈ ડૉક્ટરની સલાહ લઈને તરત જ તપાસ કરાવો. કોવિડ-19ના સામાન્ય લક્ષણ છે તાવ, ગળામાં ખારાશ, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, માથામાં દુઃખાવો, ગંધ કે સ્વાદ ખબર ન પડવી.
દિવસમાં 3થી 4 વાર ઑક્સિજનનુ સ્તર ચકાશો. આના માટે તમારે પલ્સ ઑક્સિમીટરનો ઉપયોગ કરી શકો છો. ઑક્સિજનનુ સ્તર 95થી 90 સુધી હોવુ જોઈએ. જો કે 95થી 92 યોગ્ય હોય છે.

કેવી રીતે કરશો અસલી અને નકલી રેમડેસિવિર ઈંજેક્શનની ઓળખ?કેવી રીતે કરશો અસલી અને નકલી રેમડેસિવિર ઈંજેક્શનની ઓળખ?

  • ડબલ માસ્ક પહેરો અને પોતાના પરિવારના બધા લોકોને માસ્ક પહેરવાનુ કહો.
  • હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખો.
  • ઘરમાં જ રહો. પરિવારના લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનુ કહો. જો એક રૂમમાં એકલા રહો તો વધુ સારુ.
  • વધુને વધુ પાણી અને પ્રવાહી ડાયેટ લો. પૌષ્ટિક આહાર લો.
  • તાવ હોય તો તાવની દવા લો જેમાં તમારે પેરાસિટામોલ કે પછી એસિટામિનોફેન લેવાની છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

English summary
Home quarantine guidelines for coronavirus patients living in home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X