13 વર્ષની બાળકી સાથે હેવાનિયતની દર્દનાક દાસ્તાન

દારૂના નશમાં તે માં અને ભાભીની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધતો પણ હતો. સંબંધોને કલંકિત કરનાર આ ધૃણાસ્પદ અપરાધ પ્રકાશમાં આવ્યા બાદ વધુ એક જૂની ઘટના યાદ આવી ગઇ. આ ઘટનાને જાણ્યા બાદ તમે વિચારવા માટે મજબૂર થઇ જશો કે ઘરની અંદર રહેતા હેવાનોથી કેવી રીતે બચી શકાય. ઘટના ગત માર્ચ મહિનાથી દિલ્હીની છે. અહીં એક વ્યક્તિએ પોતાની કિશોર સાળી (ઉંમર ફક્ત 13 વર્ષ)ની સાથે બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર બાદ સાળી ગર્ભવતી થઇ ગઇ તો કેસ સામે આવ્યો.
આરોપી જાણીતિ શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)થી પીએચડી કરી રહ્યો હતો અને દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતો હતો. મળતી માહિતી મુજબ પીડિતાને અભ્યાસ માટે આરોપીની સાથે દિલ્હી રહેવા માટે મોકલવામાં આવી હતી. પીડિતા આરોપીની સાથે મુનિરકા ગામમાં ભાડાના મકાનમાં રહેતી હતો અને આઠમા ધોરણની વિદ્યાર્થીની હતી. પોલીસે જણાવ્યું હતું કે બળાત્કારની ઘટના તે સમયે પ્રકાશમાં આવી જ્યારે છોકરીના પેટમાં દુખાવાની ફરિયાદ પર હોસ્પિટલ લઇ જવામાં આવી. હોસ્પિટલમાં ડોક્ટરોએ કહ્યું કે છોકરી 2 મહિનાથી પ્રેગનેંટ છે. છોકરી સાથે પૂછપરછ બાદ પોલીસને માહિતગાર કરવામાં આવી. પીડિતાના નિવેદન અનુસાર આરોપી ગત કેટલાક મહિનાથી તેની સાથે બળાત્કાર ગુજારી રહ્યો હતો. તેની પત્ની એટલે કે પીડિતાની મોટી બહેન ઉત્તર પ્રદેશમાં પોતાના સાસુ-સસરા સાથે રહેતી હતી.












Click it and Unblock the Notifications
