For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ હોસ્પિટલે કરોનાના દર્દીનો અંતિમ સંસ્કાર કરી દીધા, પરિવારને 4 દિવસ પછી ખબર પડી

પશ્ચિમ બંગાળઃ હોસ્પિટલે કરોનાના દર્દીનો અંતિમ સંસ્કાર કરી દીધા, પરિવારને 4 દિવસ પછી ખબર પડી

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ પશ્ચિમ બંગાળથી એક હેરાન કરી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે, અહીંની એક સરકારી હોસ્પિટલે કોરોના વાયરશતી સંક્રમિત દર્દીના પરિજનોને પૂછ્યા વિના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા. જ્યારે પરિજનો દર્દીની હાલતની જાણકારી લેવા હોસ્પિટલે પહોંચ્યા તો તેમને આ અંગે માહિતી મળી. આ મામલે ફરી એકવાર રાજ્યમાં કોરોના વાયરસ પર મમતા સરકારની ગંભીરતાની પોલ ખોલી નાખી છે. જણાવી દઈએ કે આ કોઈ પહેલો મામલો નથી અગાઉ પણ પરિજનોને જણાવ્યા વિના જ એક વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

જણાવ્યા વિના જ હોસ્પિટલે અંતિમ સંસ્કાર કરી દીધા

જણાવ્યા વિના જ હોસ્પિટલે અંતિમ સંસ્કાર કરી દીધા

કોવિડ-19 સંક્રમિત 70 વર્ષીય હરિનાથ સેનનો પરિવાર જ્યારે 5મી મેએ બંગાળમાં કોરોના વાયરસ સમર્પિત એમઆર બાંગુર હોસ્પિટલે પહોંચ્યો તો તેમને માહિતી આપવાનો ઈનકાર કરી દીધો. હોસ્પિટલના કર્મચારીઓએ દાવો કર્યો કે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જે બાદ પરિજનોએ ફરી 6ઠ્ઠી મેના રોજ ફોન કર્યો જેમાં એક કર્મચરીએ જણાવ્યું કે ચાર દિવસ પહેલા એટલે કે 2 મેના રોજ જ હરિનાથ સેનનું મોત થઈ ગયું હતું. એટલું જ નહિ તેમનો અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યો છે.

હોસ્પિટલે અંતિમ સંસ્કારની જાણકારી ના આપી

હોસ્પિટલે અંતિમ સંસ્કારની જાણકારી ના આપી

પિતાના અંતિમ સંસ્કારની વાત સાંભળી તેમનો દીકરો અરિજિત સેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરિજનોનું કહેવું છે કે તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હોસ્પિટલે તેમના મોતના સમાચાર આપ્યા વિના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા અરિજિતે જણાવ્યું કે અમને માત્ર પહેલી મેના રોજ હોસ્પિટલેથી ફોન આવ્યો હતો કે મારા પિતાની હાલત બગડી ગઈ છે. આગલા દિવસે તેમના મૃત્યુ વિશે અમને સૂચના પણ નહોતી આપવામાં આવી અને દાહ સંસ્કાર કરી દીધા હોવાના સમાચાર પણ નહોતા આપ્યા.

પરિવારવાળા પણ ક્વારન્ટાઈન છે

પરિવારવાળા પણ ક્વારન્ટાઈન છે

હરિનાથ સેનમાં કોરોના પોઝિટિવ મળ્યા બાદ તેમના પરિજનોને પણ ક્વારન્ટાઈન કરી લેવામાં આવ્યા હતા. સેનની બીમાર પત્ની, બે દીકરા, બે પુત્રવધૂને બંગાળ સરકારે ક્વારંટાઈન સેન્ટરમાં આઈસોલેશન પર રાખી દીધઆ હતા. અરિજિતે જણાવ્યું કે તેમણે સ્વાસ્થ્ય વિભાગમાં ફોન કરીને પણ તેમના પિતાની જાણકારી માંગી હતી પરંતુ તેમને પણ આ મામલે કોઈ જાણકારી નહોતી. દીકરા અરિજિત મુજબ બ્રેન સ્ટ્રોકના કારણે તેમના પિતાના શરીરના ડાબા ભાગમાં લકવો મારી ગયો હતો.

29 એપ્રિલે કોરોના ટેસ્ટ કરાયો હતો

29 એપ્રિલે કોરોના ટેસ્ટ કરાયો હતો

70 વર્ષીય હરિનાથ સેનના પરિવારવાળાઓએ 29 એપ્રિલે એનઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જે બાદ તેમને રાજ્યની પહેલી કોવિડ હોસ્પિટલ એમઆર બાંગુરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા. અરિજીત કહે છે કે જ્યારે અમે વોર્ડ માસ્ટરને ફરી સૂચના આપવા માટે ફોન કર્યો તો એક મહિલાએ ફોન ઉઠાવ્યો અને બહુ બેરહમીથી અમને જણાવ્યું કે મૃતદેહને કોલકાતા નિગમ લઈ ગયા હતા. અરિજીતે મહિલા સાથે થયેલ વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી.

પિતાનું મૃત્યુ પ્રમાણ પત્ર પણ ના મળ્યું

પિતાનું મૃત્યુ પ્રમાણ પત્ર પણ ના મળ્યું

રેકોર્ડિંગમાં એક મહિલા એમ કહેતા સંભળાઈ કે તમારે મારું નામ જાણવાની જરૂરત નથી. સવારે 10 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી અહીં માત્ર એક મહિલા સ્ટાફની જ ડ્યૂટી હોય છે એ બધાને ખબર છે. મહિલા આગળ કહે છે કે પહેલા તમારું નામ જણાવો નહિતો હું અન્ય કોઈ જાણકારી શેર નહિ કરું. અરિજીતે જણાવ્યું કે તેને તેમના પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી. સાથે જ એમઆર બાંગુર હોસ્પિટલમાં પિતાના રેહવા સંબંધિત કોઈ મેડિકલ દસ્તાવેજ પણ શેર કરાયા નથી.

હોસ્પિટલે આરોપો ફગાવ્યા

હોસ્પિટલે આરોપો ફગાવ્યા

અરિજીતે કહ્યું કે, અમને સર્ટિફિકેટ એકઠા કરવા માટે ટૉપ્સિયામાં કોવિડ શ્મશાનનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું. બીજી તરફ બાંગુર હોસ્પિટલ મેનેજમેન્ટે અરિજીતના તમામ આરોપો ફગાવી દીધા. હોસ્પિટલ સુપરિટેંડેન્ટ ડૉ શિશિર નસકરે કહ્યું કે પરિવાર તરફથી આપવામાં આવેલા નંબર પર અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, હાલ હું આરોપો પર ટિપ્પણી ના કરી શકું. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અંતર્ગત અમારા આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ દર્દીના મોત પર પરિવાર વાળાઓને ફોન કરે છે.

ચીનને પાઠ ભણાવવા અમેરિકી સેનેટમાં બિલ રજૂ, આકરા પ્રતિબંધ લાગી શકેચીનને પાઠ ભણાવવા અમેરિકી સેનેટમાં બિલ રજૂ, આકરા પ્રતિબંધ લાગી શકે

English summary
Hospital cremated COVID-19 patient, family received news after 4 days in West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X