તિહાર જેલમાં કેવી રીતે રાખવામાં આવી રહ્યુ છે CM કેજરીવાલનુ ધ્યાન? ગ્લુકોઝ, ટૉફીથી જાળવશે સુગર લેવલ...
Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પૉલિસી કેસમાં મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 15 એપ્રિલ સુધી લંબાવી છે. આ દરમિયાન, ED અને તિહાર જેલ પ્રશાસનને મુખ્યમંત્રીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
સીએમ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે કોર્ટમાં તેમના (અરવિંદ કેજરીવાલ) શુગર લેવલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટને કહ્યું કે સીએમ સુગરના દર્દી છે અને બીમાર છે. સુનીતાએ કહ્યું કે કેજરીવાલનું શુગર લેવલ અચાનક ઘટી જાય છે.

આવી સ્થિતિમાં, કોર્ટે તિહાર જેલના અધિક્ષકને મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર વિશેષ દેખરેખ રાખવા માટે કહ્યું છે. કોર્ટે જેલ અધિકારીઓને તેમના સુગર લેવલ પર નિયમિત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કેજરીવાલનું શુગર લેવલ અચાનક ઘટી જાય તો તેમને ઇસબગુલ, ગ્લુકોઝ, ટૉફી, કેળા આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ED કસ્ટડીના પ્રારંભિક તબક્કા દરમિયાન તેમની ખરાબ તબિયત અને સુગર લેવલના ઘટાડાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીને ડાયાબિટીસ છે અને તે બીમાર છે.
ઈડીના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે જેલમાં સીએમ કેજરીવાલના સ્વાસ્થ્ય અને આહાર પર નજર રાખવા માટે એક ટીમની નિમણૂક કરવામાં આવી છે. તેમના સુગર લેવલનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. તેમની તબિયત સારી છે.
કોર્ટના આદેશનુ પાલન કરીને તેમની મર્યાદિત પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્ય માટે જરૂરી વસ્તુઓ જેલમાં ઉપલબ્ધ છે. મેડિકલ ટીમની સલાહ મુજબ સીએમ કેજરીવાલને તેમના શુગર લેવલને કંટ્રોલ કરવા માટે કેન્ડી આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
