
ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ BA.4 અને BA.5 કેટલા જોખમી? કોરોનાની ચોથી લહેરથી બચવા અપનાવો આ ઉપાય
ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તે દરમિયાન ઓમિક્રોન સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 ના કેસ નોંધાયા છે. ઓમિક્રોનના સબ વેરિઅન્ટ્સ BA.4 અને BA.5 એ ભારતમાં દસ્તક આપી છે, જોકે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી તેના કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે, પરંતુ નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે, જો સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો તેના કેસ અન્ય રાજ્યોમાં પણ નોંધાઇ શકે છે.

ઓમિક્રોનના સબ વેરિએન્ટ્સ BA.4 અને BA.5 કેટલા જોખમી?
કોરોના વાયરસના સબ વેરિએન્ટ્સ BA.4 અને BA.5 એ કેટલાક દેશોમાં ચિંતા વધારી છે, પરંતુ ભારતમાં જોખમ ઓછું છે. નિષ્ણાતો કહેછે કે, આ બધા ઓમિક્રોનના પ્રકારો છે, તેથી ભારતમાં તેમની અસર ઓછી દેખાશે, કારણ કે દેશના લોકોમાં ઓમિક્રોન સામે રોગપ્રતિકારકશક્તિ પહેલેથી જ મજબૂત છે. જોકે, આ પ્રકારો વિશે સાવચેત રહેવાની જરૂર છે અને આ અંગે દેખરેખ વધારવામાં આવી છે.

લોકોમાં BA.4 અને BA.5 ના વિવિધ લક્ષણો
નિષ્ણાતો કહે છે કે, સંક્રમણગ્રસ્ત દર્દીઓના લક્ષણો પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે BA.4 અને BA.5ના લક્ષણોઅલગ-અલગ લોકોમાં અલગ-અલગ જોવા મળ્યા છે. સામાન્ય લક્ષણો જેમ કે તાવ, માથાનો દુઃખાવો, ઉલટી અને પેટમાં દુઃખાવો, ગળામાંદુઃખાવો, ઉધરસ જ્યારે ઓમિક્રોન સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 થી સંક્રમણ લાગે છે, ત્યારે થઈ શકે છે.

WHO એ BA.4 અને BA.5 વિશે શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ્સ BA.4 અને BA.5 ને હળવા ગણ્યા છે અને 'ચિંતાનાં પ્રકારો'નહીં. ડબ્લ્યુએચઓ કહે છે કે, આ બે સબ વેરિએન્ટ્સના લક્ષણો એટલા ગંભીર નથી અને તે અગાઉના પ્રકારો જેટલા સંક્રમક નથી. જોકે, આસાથે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સલાહ આપી છે કે, વિવિધ દેશોમાં તેના દર્દીઓ પર નજર રાખવાની જરૂર છે.