For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારી બજેટને બગાડે છે ત્યારે વિશ્વભરની મહિલાઓ ઘર ચલાવવાં કેવી રીતો અજમાવે છે?

મોંઘવારી બજેટને બગાડે છે ત્યારે વિશ્વભરની મહિલાઓ ઘર ચલાવવાં કેવી રીતો અજમાવે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
મહિલા

લઘુત્તમ વેતન કે તેટલું કમાતી વિશ્વભરની ઘણી મહિલાઓએ રોજબરોજના વધતા ખર્ચને પહોંચી વળવા વર્ષ 2022માં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું, જે પહેલા તેમના જીવનનો આવશ્યક ભાગ હતો.

જેમાં નવા કપડાં, સાબુ અને નાસ્તામાં ઉપયોગમાં લેવાતા દાળિયા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

અમે વિવિધ દેશોની મહિલાઓ સાથે વાત કરી જેમણે વધતી જતી મોંઘવારી અને ઘરના બજેટ વચ્ચે સંતુલન સાધવા માટે ફેરફારો કર્યા છે.

અમે જે મહિલાઓ સાથે વાત કરી તેમાં એક મહિલા એવાં પણ છે જેમને રાજ્ય સરકારની નીતિઓમાં ફેરફારનો લાભ મળ્યો અને તેમનાં પગારમાં થોડો વધારો થયો.

આ મહિલા છે ભારતના ઓડિશાનાં ફરબાની છૂરા. સૌ પહેલાં તેમની વાત.

ગ્રે લાઇન

'300 દિવસનાં રોજગારની ગૅરંટી'

ઓડિશાનાં ફરબાની છૂરા જ્યાં રહે છે ત્યાં લઘુત્તમ વેતન 333 રૂપિયા છે

40 વર્ષીય ફરબાની છૂરા રોજનાં 333 રૂપિયા કમાય છે.

ઓડિશામાં અકુશળ ખેત મજૂર માટે આ લઘુત્તમ વેતન છે.

આ રકમ બહુ મોટી નથી, પરંતુ તે ફરબાની અને તેમનાં પતિ માટે નિયમિત રોજગારની ગૅરંટી છે.

ફરબાની છૂરા 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી' યોજનાના લાભાર્થી છે. આ યોજના હેઠળ વર્ષમાં 100 દિવસ રોજગાર મળવાની ગૅરંટી મળે છે.

ઓડિશા રાજ્ય સરકારે આ આંકડો વધારીને 2020માં 200 દિવસ અને જુલાઇ 2022માં 300 દિવસ કર્યો છે જેથી ફરબાની જ્યાં રહે છે તે વિસ્તારમાંથી સ્થળાંતર ઘટાડી શકાય.

સમગ્ર ભારતમાં 10 કરોડથી વધુ લોકોને આ યોજના હેઠળ સક્રિયપણે કામ આપવામાં આવી રહ્યું છે.

બીબીસી ગુજરાતી
  • લઘુત્તમ વેતન: ઓડિશામાં અકુશળ કામ માટે રૂ. 333 પ્રતિ દિવસ
  • છેલ્લો વધારો: ઓડિશામાં મે 2022 (3%) અને ઑક્ટોબર (2%).
  • વાર્ષિક ફુગાવો: નવેમ્બર 2022માં 5.9%
બીબીસી ગુજરાતી

ફરબાની કહે છે, "હું જોઉં છું કે છેલ્લા છ મહિનામાં શાકભાજી અને કઠોળના ભાવ બજારમાં ઘણાં વધી ગયાં છે, પરંતુ હવે અમારી પાસે કામ છે તેથી અમે આજે પણ ખરીદી શકીએ છીએ."

વાસ્તવમાં, ફરબાની કહે છે કે હવે તેમણે તેમનાં દાદા માટે દવા ખરીદવા માટે માઇક્રો ફાઇનાન્સ બૅંકમાંથી લોન લેવી નહીં પડે.

ગ્રે લાઇન

ઘર બનાવટનો કપડા ધોવાનો પાવડર

જુસારા બેસીલોએ ઘરે જ કપડા ધોવાનો સાબું બનાવવાનો રસ્તો શોધી લીધો છે

રિયો ડી જાનેરોમાં રહેતાં જુસારા બકેલો કહે છે કે એક વર્ષ પહેલાં જ્યારે તેઓ શૉપિંગ કરવાં જતાં તેની સરખામણીમાં હવે તેમની થેલી અડધી જ ભરાય છે.

તેઓ ઘરનાં સાફસફાઈના સામાનમાં કાપ મૂકે છે. જુસારા હવે સફાઈ માટે વપરાતું લિક્વીડ ખરીદતાં નથી.

તેના બદલે તેમણે બળી ગયેલું તેલ (રસોઈ માટે વપરાતું) ફેંકવાનું બંધ કરી દીધું છે.

જુસારા કહે છે, "હું તેલમાં રસોઇ બનાવું છું અને જ્યારે તેલ ઉપયોગમાં લેવા લાયક નથી રહેતું ત્યારે હું તેને પ્લાસ્ટિકની બોટલોમાં ભરી રાખું છું અને મારા પડોશીને આપું છું જે તેમાંથી સાબુ બનાવી આપે છે."

બીબીસી ગુજરાતી
  • લઘુત્તમ વેતન: દર મહિને 1,212 રિયલ (225 ડૉલર અથવા રૂ. 19,114)
  • છેલ્લો વધારો: ડિસેમ્બર 2021 (10%) અને આ મહિને ફરી વધારો
  • વાર્ષિક ફુગાવો: નવેમ્બર 2022માં 5.9%
બીબીસી ગુજરાતી

રિસાયક્લિંગ કંપનીમાં કામ કરતી વખતે પડોશીએ સાબુ બનાવવાનું શીખી લીધું હતું. ત્યાં તેલનો ઉપયોગ સૌપ્રથમ ચિપ્સ અથવા કૉક્સિન્હા (ચિકન ક્રોકેટ્સ) માટે કરવામાં આવે છે અને પછી તેને આલ્કોહોલ, કૉસ્ટિક સોડા અને બજારમાંથી ખરીદેલા સુગંધિત પ્રવાહી સાથે ભેળવવામાં આવે છે.

જુસારા કહે છે કે તેના પડોશી સુગંધી પદાર્થો ઉમેરે છે જેથી કૉસ્ટિક સોડાની ગંધ દૂર કરી શકાય.

જુસારા એક એન્જિનિયરિંગ ફર્મ માટે ક્લીનર અને કૂક તરીકે કામ કરીને દર મહિને 1,212 રીયલ (225 ડૉલર અથવા રૂ. 19,114)નું લઘુત્તમ વેતન મેળવે છે.

આમાં પેન્શન માટે જમા કરવામાં આવેલ ફાળો ઉમેરવામાં આવ્યો નથી. એક વર્ષ પહેલાં જુસારા તેમનાં સૌથી નાના પુત્ર સાથે ક્યારેક-ક્યારેક મૂવી જોવાં જતાં હતાં અને બેઘર લોકો માટે તેમની હેન્ડબેગમાં કશુંક ખાવાનું લઈ જતાં હતાં. પરંતુ હવે તેઓ તેમ કરી શકતા નથી.

તેઓ કહે છે, 'જો તે હવે એવું કરે તો તેમને ખુદને ખાવાનાં ફાંફા પડી જાય.'

બીબીસી ગુજરાતી

'દાળિયા ખરીદવામાં અસમર્થ'

નેસ્લેની પ્રોડક્ટ્સ ખરીદવાને બદલે રેબેકા ઓગબોનાએ તેને ઘરે જ બનાવવાનું શરૂ કર્યું છે

નાઇજિરિયન શિક્ષિકા રેબેકા ઓગબોના સાત મહિનાથી તેમનાં બાળકોને તેમનો મનપસંદ નાસ્તો ખવડાવી શક્યાં નથી.

નાઇજીરીયામાં ખાદ્ય ફુગાવો ઑક્ટોબરમાં વાર્ષિક ધોરણે 23% રહ્યો હોવાનો અંદાજ હતો.

રેબેકા કહે છે, "જે વસ્તુઓ હું 1,000 નાયરા (2.25 ડૉલર અથવા લગભગ રૂ. 186)માં ખરીદતી હતી તેની કિંમત હવે 3,000 (લગભગ રૂ. 556) કે તેથી વધું છે."

આને કારણે, તેઓ હવે મકાઈનાં દાળિયા 'ગોલ્ડન મોર્ન' ખરીદી શકતાં નથી, જે તેના બાળકો શાળાએ જતા પહેલા ખાતા હતા. રિવેકા હવે ઘરે જાતે તે બનાવે છે.

બીબીસી ગુજરાતી
  • લઘુત્તમ વેતન: દર મહિને 30,000 નાયરા (લગભગ 70 ડૉલર અથવા લગભગ રૂ. 5,558), જોકે કેટલાક રાજ્યોમાં વધુ છે
  • છેલ્લો વધારો: 2019
  • વાર્ષિક ફુગાવો: નવેમ્બર 2022માં 21.5%
બીબીસી ગુજરાતી

રેબેકા મકાઈ અને કઠોળમાંથી બનાવે છે તે નાસ્તો તેમનાં બાળકોને પસંદ નથી.

રેબેકા કહે છે, "જ્યારે મેં બાળકો માટે આ નાસ્તો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને તે ગમ્યું ન હતું. તેઓએ કહેવાનું શરૂ કર્યું કે તેમને તે પસંદ નથી અને તેઓ તે ખાઈ શકતા નથી. પરંતુ તેમને ખાવું પડે છે."

રેબેકા શિક્ષિકા છે. તેઓ મહિને 45,000 નાયરા (રૂ. 8.330) કમાય છે, જે નાઇજીરીયામાં લઘુત્તમ વેતન કરતાં દોઢ ગણું છે. તેમ છતાં તેમનાં પરિવારના ગુજરાન માટે આ આવક ઓછી છે.

બીબીસી ગુજરાતી

'નવા કપડાં ખરીદવા મુશ્કેલ'

લંડનમાં રહેતાં જેસિકા રેકમ પાસે ખાવાનું અને ભાડું ચૂકવ્યા બાદ પૈસા બચતાં નથી

એક વર્ષ પહેલાં જેસિકા રેકમ લંડનમાં ઓનલાઈન રિટેલ વેરહાઉસમાં કામ કરીને કલાકનાં સાડા નવ પાઉન્ડ (11.50 ડૉલર અથવા રૂ. 946) કમાઈ લેતાં હતાં, પરંતુ હવે તેમને મોડે સુધી કામ કરવું પડી રહ્યું છે.

આ અંગે તેઓ કહે છે, "વેરહાઉસ પાસે કામ કરવા માટે પૂરતા લોકો નથી. તેઓએ મારી શિફ્ટ ડબલ કરી અને મારે તે સ્વીકારી લેવી પડી. કારણ કે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. હું 15 કે 16 કલાક કામ કરું છું, તમે સમજી શકો છો કે તે મારા માટે કેટલું થકવી નાખનારું હશે. "

ઘરે આરામ કરવો પણ તેમનાં માટે સરળ નથી. જૂનું ગાદલું હોવાથી તેમની પીઠ દુખે છે પરંતુ તેઓ જૂનું ગાદલું બદલીને નવું ગાદલું ખરીદી શકતાં નથી.

બીબીસી ગુજરાતી
  • લઘુત્તમ વેતન: 23 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 9.50 પાઉન્ડ (11.30 ડૉલર અથવા રૂ. 946) પ્રતિ કલાક
  • છેલ્લો વધારો: એપ્રિલ 2022 (6.6%), અને એપ્રિલમાં 9.7%ના વધારાને કારણે
  • વાર્ષિક ફુગાવો: નવેમ્બર 2022માં 10.7%
બીબીસી ગુજરાતી

તેઓ નવા કપડાં પણ ખરીદી શકતાં નથી અને તેમને જૂનાં કપડા પહેરવા પડે છે.

તેમનાં જણાવ્યા મુજબ, વધુ પડતાં કામ અને તાણને લગતી સમસ્યાઓનાં કારણે તેઓ એક કરતા વધુ વખત ભાંગી પડ્યાં હતાં અને ઈમરજન્સી વિભાગમાં રહેવું પડ્યું હતું.

આ પછી તેને નોકરી બદલવાની સલાહ આપવામાં આવી, પરંતુ તેમની ઉંમરમાં આવું કરવું સરળ નથી.

બીબીસી ગુજરાતી

બચત કરવી મુશ્કેલ

સાઉથ કોરિયાનાં ડા વૂન જિયોંગને તેમનાં માતા-પિતાના ઘરે એકવાર જવાં માટે દોઢ લાખ વૉન (લગભગ 9.5 હજાર રૂપિયા) ખર્ચવા પડે છે

સુપર-માર્કેટમાં કામ કરતાં 29 વર્ષીય દા વૂન જેયોંગ તેમનાં માતા-પિતાને મળવાં માટે તેમનાં ગામ જઈ શક્યાં ન હતાં.

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી બસ અને ટ્રેનમાં આવવા-જવાનાં 1,50,000 વૉન (115 ડૉલર અથવા રૂ. 9,745)નું ભાડું થાય છે અને ગયા વર્ષે આ રકમ તેમની પહોંચની બહાર હતી.

તેઓ કહે છે, "હું મારાં અને તેમનાં (માતાપિતાના) જન્મદિવસ પર સાથે રહેવા માંગુ છું, પરંતુ હું તેમ કરી શકતી નથી અને મને તેનું દુઃખ થાય છે."

સુપરમાર્કેટનાં ભાવમાં વધારો થવાથી તેમનાં બજેટને અસર થઈ છે. તે ઓછું હોય તેમ વ્યાજદરમાં પણ વધારો થયો છે. તેમણે તેમનાં ફ્લેટની ડિપોઝિટ માટે પૈસા ઉધાર લીધાં હતાં અને તેમનાં માસિક હપ્તા પણ વધી ગયાં છે.

બીબીસી ગુજરાતી
  • ન્યૂનતમ વેતન: 9,160 વૉન (6.80 ડૉલર અથવા રૂ. 595) પ્રતિ કલાક
  • છેલ્લો વધારો: જાન્યુઆરી 2022 (5%), અને બીજો 5% વધારો જાન્યુઆરીમાં
  • વાર્ષિક ફુગાવો: નવેમ્બર 2022માં 5%
બીબીસી ગુજરાતી

જેયોંગ કહે છે, "હવે હું ફક્ત જીવિત રહેવા માટે કામ કરું છું. અગાઉ હું મારા માતા-પિતા માટે થોડા પૈસાની બચત કરી લેતી હતી, પરંતુ આ વર્ષે મેં મારી બધી બચત દૈનિક ખર્ચનાં બિલ ચૂકવવાં માટે વાપરી નાખી. તે એ પૈસા હતા જે મેં કટોકટીની સ્થિતિ માટે અને તેમની દેખભાળ માટે બચાવ્યાં હતાં."

જેયોંગ ઉમેરે છે, "સરકારે 2022માં લઘુત્તમ વેતન 5% વધારીને 9,160 વૉન (6.80 ડૉલર અથવા રૂ. 595) પ્રતિ કલાક કર્યું હતું, પરંતુ ભાવ વધુ ઝડપથી વધ્યાં છે. સરકારે અમીરો પર વધુ ટેક્સ લગાવવો જોઈએ અને ગરીબોને મદદ કરવી જોઈએ."

રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
How do women around the world try to run the household as inflation erodes budgets?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X