લોકસભા ચૂંટણીમાં બીજેપીને કેટલી સીટો મળી શકે? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
એક તરફ વિપક્ષી પાર્ટીઓ એક થઈને કેન્દ્રની તાનાશાહી મોદી સરકારનો મુકાબલો કરવા જઈ રહી છે તો બીજી તરફ મોદી સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટાઈમ્સ નાઉ નવભારતનો એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ પોલમાં યુપીમાં બીજેપી કેવુ પ્રદર્શન કરવા જઈ રહી છે તેનો ચિતાર મળી રહ્યો છે.
સામે આવેલા ટાઈમ્સ નાઉ નવભારતના આ સર્વે પર વિશ્વાસ કરીએ તો આ વખતે પણ મોદી સરકાર સારૂ પ્રદર્શન કરી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર, 80 લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં આ વખતે પણ વિપક્ષ નબળું દેખાઈ રહ્યું છે.

આ ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીને 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 માંથી 68 થી 72 બેઠકો મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ અહીં 62 સીટો જીતી હતી. આ વખતે સીટોમાં વધારો થઈ શકે છે.
આ ઓપિનિયન પોલ અનુસાર, રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી સપાને 4થી 8 સીટો મળી શકે છે. આ સિવાય કોંગ્રેસને 1 થી 2 બેઠકો અને અન્ય પક્ષોને 3 થી 4 બેઠકો મળવાની સંભાવના છે.
આ પોલ અનુસાર, યુપીમાં સૌથી મોટો ફટકો માયાવતીની પાર્ટી બસપાને લાગી શકે છે. આ પોલમાં બીએસપીને માત્ર એક સીટ મળવાનો અંદાજ છે.
2019ની લોકસભા ચૂંટણીમાં માયાવતીની બસપા અને અખિલેશ યાદવની આગેવાની હેઠળ સપાએ તમામ મતભેદો ભૂલીને સાથે મળીને ચૂંટણી લડી હતી. તેમાં સૌથી વધુ ફાયદો BSPને થયો અને 10 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટી માત્ર 5 બેઠકો જ જીતી શકી હતી.
2019 માં અપના દળને 2 બેઠકો મળી હતી તો કોંગ્રેસ ફક્ત તેનો રાયબરેલી કિલ્લો જાળવી શકી હતી અને સોનિયા ગાંધી જીત્યા હતા. કોંગ્રેસે અમેઠી પણ ગુમાવવી પડી હતી. અહીં રાહુલ ગાંધી હાર્યા હતા.
યુપીનો આ ઓપિનિયન પોલ સાચો સાબિત થાય તો બીજેપી 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે. 2014માં બીજેપીએ 71 લોકસભા સીટો જીતી હતી અને બાકીની 2 સીટો તેના સાથી પક્ષે જીતી હતી. 2019 માં SP-BSP ગઠબંધનને કારણે NDAની સંખ્યા ઘટીને 64 બેઠકો પર આવી ગઈ.












Click it and Unblock the Notifications
