For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જી

મમતા બેનર્જી લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી માટે બનાવેલી પોતાની રણનીતિ હેઠળ ધીમે ધીમે પગલા માંડી રહ્યા છે જેથી તે નરેન્દ્ર મોદીને પછાડી પ્રધાનમંત્રી પદ પર બેસી શકે.

|
Google Oneindia Gujarati News

એમાં કોઈ શક નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ઘરણા પર બેઠા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજકીય કદમાં વધારો થયો છે. મમતા બેનર્જી લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી માટે બનાવેલી પોતાની રણનીતિ હેઠળ ધીમે ધીમે પગલા માંડી રહ્યા છે જેથી તે નરેન્દ્ર મોદીને પછાડી પ્રધાનમંત્રી પદ પર બેસી શકે. શારદા ચિટફંડ ગોટાળા મામલે કોલકત્તાના પોલિસ કમિશ્નર રાજીવ કુમારની સીબીઆઈ પૂછપરછના વિરોધમાં ધરણા પર બેસવુ પણ રાષ્ટ્રીય રાજકારણમાં આવવા તરફ ઉઠાવવામાં આવેલુ એક પગલુ છે. સીબીઆઈએ રાજીવ કુમાર પર શારદા ચિટફંડ મામલે પુરાવાઓ નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મમતા બેનર્જી જ્યાં ધરણા પર બેઠા છે તે એ જ જગ્યા છે જ્યાં વર્ષ 2016માં તેમણે સિંગુરમાં ટાટા મોટર્સની ફેક્ટરી માટે ખેતીની જમીનના અધિગ્રહણ સામે ધરણા કર્યા હતા. જો કે હાલમાં વિપક્ષમાં પ્રધાનમંત્રી પદ માટે ઘણા ઉમેદવાર છે પરંતુ હજુ સુધી વિપક્ષી દળોમાં કોઈ એક ચહેરા માટે સામાન્ય સંમતિ થઈ નથી. પરંતુ મમતા બેનર્જીએ પોતાની જગ્યા રાહુલ ગાંધી અને શરદ પવાર જેવા ઉમેદવારો સાથે પહેલી પંક્તિમાં બનાવી લીધી છે. જો મમતા બેનર્જી પોતાના આ વર્તમાન સંઘર્ષમાં મોદીને હરાવી દે તો નિશ્ચિત રીતે પ્રધાનમંત્રી પદની ઉમેદવારી મેળવી લેશે.

વિપક્ષી દળોનું સમર્થન

વિપક્ષી દળોનું સમર્થન

મમતા બેનર્જીએ પોતાની આ લડાઈમાં વિપક્ષી દળોનું સમર્થન પણ મેળવ્યુ છે. પરંતુ આ મમતા બેનર્જીની એક ખાસ છબીના કારણે થયુ છે જે તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં બનાવી છે. આ સાથે સ્થાનિક નેતાઓમાં એક પ્રકારનો ડર છે કે જો મમતા સાથે કંઈ થયુ તો ભવિષ્યમાં તેમની સાથે પણ તે થઈ શકે છે. એ વાતની સંભાવના છે કે સ્થાનિક દળો રાહુલ ગાંધીની અપેક્ષાએ મમતા બેનર્જી સાથે વધુ સહજ છે. આના કારણે પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાથી લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય સ્થાનિક નેતા જેવા કે ચંદ્રબાબુ નાયડુ લોકતંત્ર બચાવવાની અપીલ પર તેમના સમર્થનમાં આવીને ઉભા રહી જાય છે. મમતા બેનર્જી હાલમાં ખૂબ જ ચાલાકીથી આ રાજકીય અવસરનો લાભ ઉઠાવીને પોતાને લાઈમલાઈટમાં લઈ આવ્યા છે. હવે એ જોવાનું રોચક છે રવિવારની રાતે ધરણાના એલાન બાદ કેટલી ઝડપથી તેમની પાર્ટી તેમના સમર્થનમાં ઉભા થઈ ગયા છે. તેમની પાર્ટીના કાર્યકર્તા થોડીક જ મિનિટોમાં ધરણા સ્થળ પર પહોંચી ગયા અને આમ આદમી પાર્ટીથી લઈને રાહુલ ગાંધીએ ઝડપથી તેમનુ સમર્થન કરવાની ઘોષણા કરીને તેમની સાથે વાતચીત કરી લીધી.

ધરણાનું બેકગ્રાઉન્ડ

ધરણાનું બેકગ્રાઉન્ડ

આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી પહેલી વાત એ થઈ કે મમતા બેનર્જીએ પોતાનો રાજકીય મુદ્દો બતાવીને 19 જાન્યુઆરીએ લગભગ બધા વિપક્ષી દળોને કોલકત્તામાં પોતાની રેલીમાં શામેલ કરી લીધા. કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડની રેલીમાં 23 પાર્ટીઓના નેતાઓએ જ્યારે એકસાથે હાથ ઉઠાવ્યા તો ભાજપ માટે આ ઘણુ અસહજ કરનારો સંકેત હતો. આ રેલીને સંદેશ એ હતો કે મમતા બેનર્જી પોતાના મતદારોની નજરમાં પોતાને એક મોટા રાષ્ટ્રીય નેતા રૂપે સ્થાપિત કરવા ઈચ્છે છે. જો કે આનો વ્યાપક સંદેશ સમગ્ર દેશ માટે હતો કે વિપક્ષી નેતા તેમના નેતૃત્વ હેઠળ ઉભા રહેવા તૈયાર છે. એવામાં આશા છે કે જ્યારે વિપક્ષી નેતા પોતાના નેતા ચૂંટવાની પ્રક્રિયા શરૂ કરે તો દીદી કોઈ પ્રકારની પ્રતિસ્પર્ધા નથી ઈચ્છતા.

મોદી સામે મોરચો

મોદી સામે મોરચો

વર્ષ 2014થી મમતા બેનર્જી મોદી સરકાર સામે પોતાનો મોરચો ખોલ્યો છે. આમાં ગૌહત્યાથી લઈને ગૌમાંસ પર પ્રતિબંધ, જીએસટી, નોટબંધી અને ઘણા અન્ય વિવાદાસ્પદ મુદ્દા શામેલ છે. મમતાએ પોતાની છબી એક એવા વિદ્રોહી નેતા રૂપે બનાવી છે જે દેશ માટે સંઘર્ષ કરી શકે છે. એવામાં એક એવી મહિલાની છબી કે જે શક્તિ પ્રત્યે આસક્ત નથી, તે બધાએ મમતા બેનર્જીની ઘણી મદદ કરી છે. આ સાથે તેમણે યુવાનોને લોભાવવામાં સફળતા મેળવી છે અને યુવા શક્તિ જ રાજકારણમાં મમતા બેનર્જીની મદદ કરે છે. મમતાની રણનીતિ સમજવા માટે તેમના ચાર દશક લાંબા રાજકીય કેરિયર પાછળના સત્યને સમજવુ જરૂરી છે.

દિલ્લીનું રાજકારણ

દિલ્લીનું રાજકારણ

સાત વારની લોકસભા સભ્ય મમતા બેનર્જી દિલ્લીના રાજકારણના હિસાબે નવા નથી. તે અત્યાર સુધીમાં ત્રણ વાર કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમની પાસે રાષ્ટ્રીય અનુભવ પણ છે. 80ના દશકની શરૂઆતમાં જ મમતા બેનર્જીને સમજી લીધુ હતુ કે પશ્ચિં બંગાળમાં તેમનું મુખ્ય વિરોધી દળ સીપીઆઈ-એમ છે અને તેમણે ત્યારથી જ સામ્યવાદ સામે પોતાનો મોરચો ખોલેલો છે. નંદીગ્રામથી લઈને સિંગુર સુધી ધરણા કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ કૉમરેડ્સને સત્તામાંથી બહાર કરવાનો હતો. તે સંઘર્ષની રાજનીતિ કરનાર છે અને તેમને રોડ પોલિટિક્સમાં માહિર માનવામાં આવે છે. આ એકાગ્રતાના કારણે મમતા બેનર્જીએ વર્ષ 2011માં 33 વર્ષોથી સત્તા પર બિરાજમાન સીપીઆઈ-એમને સત્તામાંથી બહાર કરી દીધા.

હેટ્રિકની તૈયારીમાં મમતા

હેટ્રિકની તૈયારીમાં મમતા

ત્યારબાદ 2016માં પણ મમતા બેનર્જીએ સફળતાપૂર્વક કમબેક કર્યુ અને હવે તે હેટ્રિકની તૈયારીમાં છે. લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2014ની ચૂંટણીમાં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની 42માંથી 34 સીટો પર જીત નોંધાવી હતી. આ રીતે તે ભાજપ, કોંગ્રેસ, એઆઈએડીએમકે બાદ સૌથી મોટી રાજકીય શક્તિ બનીને ઉભર્યા હતા. આમાં હવે આગામી મોટુ પ્રદર્શન 12 ફેબ્રુઆરીએ હશે જ્યારે સંસદ સત્ર ખતમ થતા પહેલા બધા બિન ભાજપ મુખ્યમંત્રી ધરણા પર બેસશે. આ રીતે આ રણનીતિ આગળ વધશે અને મમતા બેનર્જી અહીં પણ કેન્દ્રમાં રહેશે. જો કે મમતા બેનર્જી માટે પ્રધાનમંત્રી પદની ઉમેદવારી માટે બીજા નેતાઓનું સમર્થન મેળવવુ એક પડકાર હશે કારણકે તે પણ પોતાને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માને છે. એવામાં મમતા બેનર્જીની મહત્વાકાંક્ષાઓ ભલે ગમે તે હોય પરંતુ હાલમાં તેમણે પોતાને ભાજપ વિરોધી જૂથના પ્રમુખ રૂપે રજૂ કરી દીધા છે.

આ પણ વાંચોઃ ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે તોડ્યુ મૌન, જણાવ્યુ શું કરી રહ્યા છે હવેઆ પણ વાંચોઃ ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે તોડ્યુ મૌન, જણાવ્યુ શું કરી રહ્યા છે હવે

English summary
How much Mamata Banerjee is ready for war with Narendra Modi Nazeeria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X