કેટલા ટકા મુસલમાન ભાજપને આપે છે વોટ?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

muslim-supporters-of-bjp
અજય મોહન: અરવિંદ કેજરીવાલ વારાણસીમાં પોતાનો રોડ શો કરી રહ્યો છે, જેથી નરેન્દ્ર મોદી વોટ કાપી શકે. આ પહેલાં તેમણે તમામ જમાત પ્રમુખો સાથે મુલાકાત કરી, મુસ્લિમ ધર્મગુરૂઓને મળ્યા અને ગલી મહોલ્લામાં રહેનાર મુસલમાનોને મળ્યા. અરવિંદ કેજરીવાલે આ બધ એટલા માટે કર્યું, જેથી આ સમુદાય પાસેથી કોંગ્રેસ, સપા અને બસપાને મળનાર વોટ આમ આદમી પાર્ટીને મળી ના કે ભાજપને. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલા ટકા મુસલમાન છે ભાજપને વોટ આપે છે?

તમે વિચારી રહ્યાં હશો કે શું હિન્દુ-મુસલમાન માંડ્યું છે? બની શકે કે તમારા અંતર આત્મામાં પ્રશ્ન ઉદભવે કે શું આવી વાતો કરવી જરૂરી છે? હકિકતમાં ભાજપ, સપા, બસપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલની ગતિવિધિઓ પોતાનામાં આ પ્રશ્ન પ્રશ્નોના જવાબ છે. ભાજપ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ કરી રહી છે, જેમાં બુરખો પહેરીને મહિલાઓ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરતી નજરે પડે છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે વાત કરી. મુલાયમ સિંહ દરેક રેલીમાં પોતાને મુસલમાનોના ભગવાન ગણાવવામાં લાગેલા છે તો બીજી તરફ કોંગ્રેસની સોનિયા ગાંધી તો દિલ્હીની જામા મસ્જિદના ઇમામ સુધી પહોંચી ગઇ.

મુસમાન કોઇપણ હાલતમાં નરેન્દ્ર મોદીની લહેરમાં વહીને ભાજપને વોટ ન આપી દે, એટલા માટે આ બધુ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો અહીં કુલ મુસ્લિમ મતદારોમાં માત્ર 4.4 ટકા જ ભાજપને વોટ આપે છે. આ અમે નહી પરંતુ સેંટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઇટીઝ (સીએસડીએસ)ની 2009નો રિપોર્ટ કહી રહ્યો છે. પાંચ વર્ષમાં પરિસ્થિતીઓ બદલાઇ ગઇ છે, જો કે આ વર્ષે આંકડા નિશ્વિતપણે ભિન્ન હશે પરંતુ આનાથી કેટલા અલગ હશે તે 16 મેના રોજ ખબર પડી જશે.ચૂંટણી 2009 ઓબીસી મુસલમાન અન્ય મુસલમાન કુલ

ચૂંટણી 2009 કોંગ્રેસ ભાજપ બસપા સપા અન્ય
ઓબીસી મુસલમાન 20.2% 3.1% 19.8% 32.2% 24.8%
અન્ય મુસલમાન 37.3% 6.0% 23.2% 21.9% 11.6%
કુલ 28.4% 4.4% 21.3% 27.4 18.5%
English summary
Varanasi is most talking about city now a days, where Arvind Kejriwal is trying to get Muslim votes, where as BJP tring to woe them. Do you know how much percentage of Muslims gives their vote to BJP?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X