For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે લાગુ થશે રાહુલની NYAY સ્કીમ, ચિદમ્બરમે સમજાવ્યું

કેવી રીતે લાગુ થશે રાહુલની NYAY સ્કીમ, ચિદમ્બરમે સમજાવ્યું

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના સૌથી મોટા માસ્ટરસ્ટ્રોક 'NYAY' સ્કીમ લાગુ કરવાની રીત પર બુધવારે પૂર્વ નાણામંત્ર પી. ચિદમ્બરમે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. પૂર્ણ નાણામંત્રીએ સમજાવ્યું કે આ યોજના લાગુ કરવામાં કોઈ મુશ્કેલી નહિ આવે, કેમ કે તેને લઈ અમે મંથન કર્યું છે. તેમણે જણાવ્યં કે જો આ યોજના લાગુ કરવામાં આવે તો 5 કરોડ પરિવારોને લાભ મળશે.

p chidambaram

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે અમે લોકો દેશના 20 ટકા ગરીબ જનતાને આ યોજનાનો લાભ પહોંચાડશું. જે અંતર્ગત 25 કરોડ લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે આ યોજનાને લઈ અમે દરેક સ્તરે મંથન કર્યું છે, જે અંતર્ગત દર મહિને એક પરિવારને પ્રતિ મહિને 6000 એટલે કે વાર્ષિક 72000 રૂપિયા આપવામાં આવશે. ચિદમ્બરમે કહ્યું કે આને લઈ અમે કેટલાય અર્થશાસ્ત્રિઓ સાથે વાતચીત કરી છે અને સૌકોઈએ આ યોજના પર સહમતિ દર્શાવી છે.

વધુમાં તેમણે કહ્યું કે આવા પ્રકારની યોજના 30-40 વર્ષ પહેલા લાગુ થઈ શકે તેમ નહોતી. કોંગ્રેસની સરકારે 1991માં જે લિબ્રેલાઈઝેશન કર્યું તેના કારણે આજે આ સ્થિતિ થઈ છે કે આવા પ્રકારની સ્કિમ લાગુ કરી શકાય. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે ભારતનો જીડીપી સતત વધી રહ્યો છે અને આગલા પાંચ વર્ષમાં તે બેગણો થવાની શક્યતા છે. એવામાં આવા પ્રકારની સ્કીમ પૂરી કરવી શક્ય છે.

પી. ચિદમ્બરમે જણાવ્યું કે 2019થી 2024 સુધી ભારતનો જીડીપી 200થી 400 લાખ કરોડ સુધી પહોંચી જશે. NYAY સ્કીમ લાગુ કરવાથી ભારતના જીડીપીનો દોઢ ટકા ખર્ચ આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી આ યોજનાનું એલાન કર્યું હતું. રાહુલ મુજબ આ સ્કીમ હજુ સુધીની સૌથી મોટી યોજના હશે અને ભારતમાં ગરીબીને ખતમ કરવામાં મદદરૂપ થશે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની આ સ્કીમને જૂઠી ગણાવી. ભાજપ તરફથી નાણામંત્રી અરુણ જેટલી મેદાનમાં ઉતર્યા હતા, જેમણે કોંગ્રેસના ઈતિહાસને જણાવતા આ સ્કીમને જૂઠી ગણાવી.

આ પણ વાંચો- નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલી નોટિસ

English summary
how NYAY will be implemented? p Chidambaram cleared his points in press congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X