જાણો ભારતના મુકાબલે કેટલી તાકતવર છે પાકની સેના
નવી દિલ્હી: મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહમાં હતા અને અહીંયા તે સૈનિકોને પણ મળ્યા. નરેન્દ્ર મોદીએ આ દરમિયાન સેનાનો વિશ્વાસ વધારવાની સાથે પાકિસ્તાનને આકરો સંદેશ પણ આપ્યો. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દિધું કે પાકિસ્તાનની તરફથી ચાલુ આતંકવાદ અને પ્રૉક્સી વૉરને કોઇપણ ભોગે સહન કરવામાં નહી આવે.
નરેન્દ્ર મોદીએ આ સાથે એમપણ કહ્યું કે પાકિસ્તાનની સેનામાં હવે તે તાકાત રહી નથી અને એટલા માટે તે પ્રૉક્સી વૉરના માધ્યમથી ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે.
Exclusive: 15 ઓગષ્ટ 1947ના રોજ ફરકાવેલ તિરંગો થયો ગુમ
હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની સેનાનો ઉલ્લેખ કર્યો છે તો અમે પણ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે અંતે ભારત અને પાકિસ્તાનની સેનાઓમાં કેટલું અંતર છે.
ભૂલથી પણ તિરંગાનું અપમાન ન થાય તે માટે જાણો Act, 1971
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજથી 15 વર્ષ પહેલાં કારગિલ યુદ્ધ થયું હતું અને ત્યારબાદ બંને દેશો વચ્ચે મોટાભાગે ક્યારેક ઘૂસણખોરી તો ક્યારેક સીઝફાયર વૉયલેશનના સમાચાર આવતા રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1947, વર્ષ 1965, વર્ષ 1971 અને વર્ષ 1999માં ચાર યુદ્ધ થઇ ચૂક્યાં છે અને ચારેય યુદ્ધોમાં ભારતે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
વિશ્વના આ 10 દેશ પાસે છે સૌથી શક્તિશાળી સેના

પાકિસ્તાન નંબર આઠ
જ્યાં ભારતની સેનાઓ દુનિયામાં ત્રીજા નંબરની સૌથી શક્તિશાળી સેનાઓમાં સામેલ છે તો બીજી તરફ પાકિસ્તાન આ યાદીમાં આઠમા નંબર પર છે. ભારત ફક્ત અમેરિકા અને ચીનથી પાછળ છે.

પાક હજુ ખૂબ પાછળ
ભારતનું ડિફેંસ બજેટ 38.35 બિલિયન ડોલર છે તો બીજી તરફ પાકિસ્તાનનું ડિફેંસ બજેટ ફક્ત 5.7 બિલિયન ડોલર જ છે.

પાકિસ્તાને કરવી પડશે મહેનત
ઇન્ડિયન આર્મ્ડ ફોર્સેજની પાસે અત્યારે 1,325,000 પર્સનલ છે અને 1,55,000 પર્સનલ છે. પાકિસ્તાન આર્મ્ડ ફોર્સેજની પાસે 6,42,000 ઓફિસર્સ અને જવાન છે. પાક સેનાઓની પાસે રિજર્વ ઓફિસર તરીકે કોઇપણ સંખ્યા નથી.

પાકિસ્તાન થોડું જ પાછળ
ભારતની પાસે અત્યારે 3,274થી વધુ બેટલ ટેંક છે. જ્યારે પાકિસ્તાન પાસે 2,411 બેટલ ટેંક્સ છે.

પાકિસ્તાન પાસે ફક્ત 10
ભારત પાસે અત્યારે 24 પ્રિંસિપલ સરફેસ કોમ્બેટેંટ છે જ્યારે પાકિસ્તાન પાસે ફક્ત 10 છે. વૉરશિપ્સ કોઇપણ દેશની પાસે એવા હથિયાર હોય છે જેને યુદ્ધ સમયે જમીન, પાણી અને હવામાં ગમે તે જગ્યાએ દુશ્મન પર સીધો હુમલો લગાવી શકાય છે.

પાણીમાં પણ માત ખાશે પાક
ભારત પાસે અત્યારે ટેક્ટિકલ સબમરીંસની સંખ્યા 15 છે જ્યારે પાકિસ્તાન પાસે ફક્ત આઠ ટેક્ટિકલ સબમરીંસ છે.

પાકિસ્તાન પાસે 423 કૉમ્બેટ જેટ્સ
ભારત પાસે જ્યાં અત્યારે 870 કૉમ્બેટ એરક્રાફ્ટ છે તો પાકિસ્તાન પાસે ફક્ત 423 કૉમ્બેટ એરક્રાફ્ટ છે.

મિસાઇલો પાક પાસે વધુ
મિસાઇલોની સંખ્યામાં પાકિસ્તાન જરૂર ભારત પર ભારે પડતું જોવા મળી રહ્યું છે. ભારત પાસે ફક્ત 54 મિસાઇલ છે જ્યારે પાકિસ્તાન પાસે 60 મિસાઇલો છે.