રજનીકાંતને જયારે પૂછ્યું- શુ ભાજપ ખતરનાક પાર્ટી છે?
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે એનડીએ સરકારના નોટબંધી નિર્ણયની આલોચના કરી છે. નોટબંધી સવાલ પર રજનીકાંતે કહ્યું કે નોટબંધી લાગુ કરવું ખોટો નિર્ણય હતો અને તેના પર વધારે ચર્ચા થવી જોઈતી હતી. ગયા અઠવાડિયે 8 નવેમ્બરે નોટબંધીને બે વર્ષ પુરા થઇ ગયા. પરંતુ તેની સાથે સાથે રજનીકાંતે કહ્યું કે ભાજપ સામે બધી જ વિપક્ષી પાર્ટી એક સાથે આવે તે પણ યોગ્ય નથી.

ભાજપ એક ખતરનાક પાર્ટી હોય શકે છે?
રજનીકાંતને જયારે પૂછવામાં આવ્યું કે, શુ તમને લાગે છે કે ભાજપ એક ખતરનાક પાર્ટી હોય શકે છે? ત્યારે તમિલ સુપરસ્ટારે કહ્યું કે, જો તેમને (વિપક્ષને) લાગે છે તો આ સાચું હોય શકે છે. પરંતુ રજનીકાંતના નિવેદન થી આ બાબતની સ્પષ્ટ માહિતી નથી મળી રહી કે તેમને ખતરનાક શબ્દનું સમર્થન ભાજપ માટે કર્યું કે પછી વિપક્ષ માટે. આ પહેલા રજનીકાંતે જણાવ્યું હતું કે ભાજપ સામે બધા જ વિપક્ષ એક સાથે આવે તે પણ યોગ્ય નથી.

વિપક્ષ એક સાથે આવીને સફળ થઇ શકે છે?
જયારે રજનીકાંતને વધારે એક સીધો સવાલ કરવામાં આવ્યો કે, શુ ભાજપ સામે વિપક્ષ એક સાથે આવીને સફળ થઇ શકે છે? તેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે જો તેમને લાગે છે તો તેઓ જીતી શકે છે.

રાજનૈતિક પાર્ટીની ઘોષણા
આપને જણાવી દઈએ કે જયલલિતાની મૌત પછી તમિલ સુપરસ્ટારે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી અનુસાર આવતા મહિનાની 12 ડિસેમ્બરે પોતાના જન્મદિવસના અવસરે રજનીકાંત પોતાની રાજનૈતિક પાર્ટીની ઘોષણા કરી શકે છે. તેઓ ભાજપમાં જશે કે નહીં તેના માટે પણ સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શકી.