For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15થી 18 વર્ષના બાળકોને કઈ વેક્સીન લાગશે, કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન? જાણો બધુ

આવતા સપ્તાહથી શરુ થવા જઈ રહેલી બાળકોના વેક્સીનેશન વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં વધી રહેલા કોરોના વાયરસના નવા ઓમિક્રૉન વેરિઅંટના જોખમ વચ્ચે દેશમાં 15થી 18 વર્ષના બાળકોનુ રસીકરણ શરુ થવા જઈ રહ્યુ છે. 15 વર્ષથી ઉપરના બાળકોનુ વેક્સીનેશન 3 જાન્યુઆરીથી શરુ થશે. બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીન(Covaxin) અને ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી(Zycov-D)ને મંજૂરી મળી ચૂકી છે. આવતા સપ્તાહથી શરુ થવા જઈ રહેલી બાળકોના વેક્સીનેશન વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો..

15થી 18 વર્ષના બાળકોનુ રસીકરણ

15થી 18 વર્ષના બાળકોનુ રસીકરણ

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કંટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સીનને 12થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ઈમરજન્સી ઉપયોગને મંજૂરી ભલે આપી દીધી હોય પરંતુ સરકારે હાલમાં 15થી 18 વર્ષના બાળકોનુ જ વેક્સીનેશન શરુ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં અત્યારે 15થી 18 વર્ષના બાળકોને જ કોરોનાની વેક્સીન લગાવવામાં આવશે. તેનાથી નાની ઉંમરના બાળકોના વેક્સીનેશન પર સરકાર અત્યારે નિર્ણય લીધો નથી.

કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન?

કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન?

15થી 18 વર્ષના બાળકોને વેક્સીન લગાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ જરુરી રહેશે. વેક્સીનેશન માટે બનેલ Cowin પ્લેટફૉર્મથી આનુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવી શકાશે. બાળકો માટે વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન ક્યારથી શરુ થશે તેની માહિતી સરકાર તરફથી આપવામાં આવી નથી.

બાળકોનુ વેક્સીનેશન કેટલુ સુરક્ષિત

બાળકોનુ વેક્સીનેશન કેટલુ સુરક્ષિત

દુનિયામાં ઘણા દેશોમાં બાળકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી રહી છે. બાળકો પર વેક્સીન અસરકારક સાબિત થઈ છે. આ વર્ષે 2થી 18 વર્ષના બાળકો પર ભારત બાયોટેકે કોવેક્સીનની ટ્રાયલ કરી હતી જે અસરકારક ગણાવાઈ છે. જો કે વેક્સીનની હજુ સુધી કોઈ પણ મોટી સાઈડ ઈફેક્ટ સામે આવી નથી પરંતુ વેક્સીન લાગ્યા બાદ તાવ, શરીરમાં દુઃખાવો, ઈંજેક્શનવાળી જગ્યાએ સોજો જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.

પહેલો અને બીજો ક્યારે લાગશે, કેટલા પૈસા ચૂકવવાના

પહેલો અને બીજો ક્યારે લાગશે, કેટલા પૈસા ચૂકવવાના

બાળકોને અપાનાર કોવેક્સીનના ડોઝમાં બંને ડોઝ વચ્ચે 28 દિવસનુ અંતર રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ સંપૂર્ણપણે ફ્રી છે. સરકારી કેન્દ્રોમાં ફ્રી વેક્સીન લગાવવામાં આવી રહી છે. ખાનગી હૉસ્પિટલોમાં વેક્સીન લગાવવા માટે પૈસા આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે વેક્સીનેશન માટે સરકારે બનાવેલા કોઈ પણ કેન્દ્રમાં જઈને વેક્સીન લગાવી શકાશે. જ્યાં પુખ્ત વયના લોકોને વેક્સીન લગાવવામાં આવે છે એ જ કેન્દ્રો પર બાળકોનુ વેક્સીનેશન થશે. બાળકો માટે અલગ વેક્સીનેશન સેન્ટર વિશે સરકાર તરફથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

English summary
How to register for 15 to 18 years of COVID Vaccine? Here is all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X