Video: ગોરખપુરમાં પતિ બન્યો હેવાન, રસ્તા વચ્ચે પત્નીની પીટાઈ

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી જ રહી છે. હાલમાં લેટેસ્ટ મામલો ગોરખપુરમાં જોવા મળ્યો.

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી જ રહી છે. હાલમાં લેટેસ્ટ મામલો ગોરખપુરમાં જોવા મળ્યો. અહીં વિવાહિત પત્નીની પીટાઈનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આરોપી પતિ બધાની વચ્ચે જ પત્નીની પીટાઈ કરી રહ્યો છે. પતિના મારથી ઘાયલ થયેલી પત્ની ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ છે. મહિલાના પિતા ઘ્વારા દહેજને કારણે મારવાનો આરોપ લગાવ્યો છે. રસપ્રદ બાબત છે કે મહિલા સાથે પીટાઈનો મામલો સામે આવ્યા પછી સિકરીગંજ પોલીસે પતિ પર શાંતિભંગ ના આરોપનો ચાલાન કાપીને તેને જવા દીધો.

gorakhpur

પરંતુ વીડિયો વાયરલ થયા પછી સીઓ ખજની ઘ્વારા જાંચ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આખો મામલો સિકરીગંજ ચોકી મહુઈ બુઝુર્ગ ગામનો છે. સિકરીગંજ વિસ્તારના રાણીપુર નિવાસી જય પ્રકાશ સિંહની દીકરી પૂજા સિંહના લગ્ન મહુઈ બુઝુર્ગ નિવાસી યુવક સાથે વર્ષ 2016 દરમિયાન થયા હતા. પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે લગ્ન પછી સસુરાલ વાળા તેને દહેજને કારણે હેરાન કરતા હતા.

રસ્તે ચાલતા કોઈ વ્યક્તિએ પતિના અત્યાચારનો વીડિયો બનાવી લીધી, જે વાયરલ થયો હતો, વીડિયો વાયરલ થયા પછી અધિકારીઓ ઘ્વારા મામલો ધ્યાનમાં લેવામાં આવ્યો, શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે આખી ઘટના 5 એપ્રિલે ઘટી હતી, વીડિયોમાં પૂજાનો પતિ તેને ગામની બહાર મારી રહ્યો છે, માર્યા પીટાઈ કર્યા પછી તેને ગામની બહાર છોડી દીધી, પૂજા અને તેમના પિયર પક્ષનો આરોપ છે કે લગ્ન પછીથી સસુરાલ વાળા તેને દહેજ બાબતે હેરાન કરતા હતા.

5 એપ્રિલે બપોરે પતિ, સાસુ અને નણંદે તેને મારીને ઘરની બહાર કાઢી મૂકી. આ દરમિયાન ગામના કેટલાક લોકોએ વીડિયો બનાવી લીધો. ઘટના સમયે ગ્રામીણો ઘ્વારા સિકરીગંજ પોલીસને સૂચના આપી હતી. જેના આધારે પૂજાના પતિને પકડવામાં આવ્યો. પરંતુ ત્યારપછી તેને શાંતિભંગ આરોપમાં ચાલાન કાપીને છોડી દેવામાં આવ્યો. સીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જાંચ કરવામાં આવી રહી છે. દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X