
ગાઝિયાબાદઃ દીકરી જન્મતાં માંગી કાર, ન મળી તો પત્નીને આપ્યા ટ્રિપલ તલાક
ગાઝિયાબાદઃ ગાઝિયાબાદના નિવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતએ પોતાની પત્નીને માત્ર એ વાતને લઈને તલાક આપી દીધા કેમ કે તે દીકરી જન્મ્યા બાદ પોતાના પિયરથી કાર ન લાવી શકી. ફરિયાદ પર આરોપી પતિને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે કહ્યું કે તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દીકરી પેદા થવા પર ખફા થયા સાસરી વાળા
પીડિતા રુખસારના લગ્ન હાપુડના ગામ સલાઈના રહેવાસી ઈમરાન સાથે થયાં હતાં. લગ્ન બાદ કેટલાક દિવસો પહેલા તેને એક દીકરી પેદા થઈ, જેને લઈ સાસરી પક્ષવાળાઓ ભારે નારાજ હતા અને તેની સાથે હંમેશા મારપીટ કરતા હતા. મારપીટની જાણકારી મળ્યા બાદ રૂખસારના પિતા નૌશાદ તેને પોતાના ઘરે નિવાડી લઈ આવ્યા, જ્યાં શનિવારે મોડી રાત્રે ઈમરાન પણ પહોંચી ગયો.

કારની ડિમાંડ પૂરી ન થઈ શકી તો આપ્યા ટ્રિપલ તલાક
રવિવારે ઈમરાને રુખસાર સાથે ફરીથી મારપીટ કરી અને ભેટમાં કાર માંગી, પરંતુ રુખસારે ના પાડી દેતાં તેને ટ્રિપલ તલાક આપી દીધા. ફરિયાદ પર પોલીસે આરોપી પતિને હિરાસતમાં લઈ લીધો છે. એસપી દેહાત નીરજ જાદૌને કહ્યું કે પહેલો મામલો મારપીટનો જણાવવામાં આવ્યો અને બાદમાં ટ્રિપલ તલાકનો. મામલની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રાવસ્તીમાં ટ્રિપલ તલાક બાદ મહિલાને જીવતી સળગાવી
જણાવી દઈએ કે યૂપીના શ્રાવસ્તીમાં ગત શુક્રવારે ટ્રિપલ તલાક બાદ મહિલાને જીવતી સળગાવી દીધી હોવાની હેવાનિયતભરી ઘટના સામે આવી હતી. પોલીસ મુજબ મહિલાના પતિ અને સાસરીવાળાઓ વિરુદ્ધ દહેજ, ઉત્પીડન, હત્યા અને દહેજ વિરોધી કાનૂન અંતર્ગત મામલો નોંધાયેલ છે. એસપીએ કહ્યં કે પીડિતાના પિતા દ્વારા લગાવવામાં આવેલ ટ્રિપલ તલાકના આરોપની તપાસ કરવામાં આવશે.
શું હોય છે 'વાદળ ફાટવાં'નો મતલબ, કેમ થાય છે તેનાથી તબાહી? જાણો