For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

29 વર્ષની મહિલાને 62 વર્ષના શેખે વહાર્ટસપ પર તલાક આપ્યા

હૈદરાબાદમાં ટ્રિપલ તલાકનો ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાના કરતા પણ અડધી ઉંમરની પત્નીને વહાર્ટસપ પર તલાક આપી દીધા.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં ટ્રિપલ તલાકનો ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાના કરતા પણ અડધી ઉંમરની પત્નીને વહાર્ટસપ પર તલાક આપી દીધા. આ બાબતે પીડીતાએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી છે. 29 વર્ષની હુમા સાયરાને તેના 62 વર્ષના પતિએ કથિત રૂપે વહાર્ટસપ પર તલાક આપ્યા છે. હુમાનો પતિ ઓમાનનો નાગરિક છે. મહિલાએ જણાવ્યું કે વહાર્ટસપ પર પતિ ઘ્વારા તેને તલાકનો મેસેજ મળ્યા પછી તે તેની સાથે વાત કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેનો પતિ તેની સાથે વાત નથી કરી રહ્યો.

આ પણ વાંચો: હલાલા, ત્રણ તલાકથી બચવા મુસ્લિમ મહિલાઓ હિંદુઓ સાથે લગ્ન કરેઃ સાધ્વી પ્રાચી

પહેલા હૈદરાબાદ મોકલી પછી તલાક આપ્યા

પહેલા હૈદરાબાદ મોકલી પછી તલાક આપ્યા

સાયરાએ જણાવ્યું કે તેના લગ્ન વર્ષ 2017 મેં મહિનામાં ઓમાનના એક નાગરિક શેખ ધવીસ સેદ નસીબ અલ જલબુબી સાથે થયા હતા. તેને કહ્યું કે તે એક વર્ષ સુધી ઓમાનમાં રહી. પરંતુ આઠ મહિનામાં પ્રિમેચ્યોર બેબી થવાને કારણે બાળકનું સ્વાસ્થ્ય ઠીક ના હતું અને ત્રણ મહિના પછી તેની મૌત થઇ ગયી. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ 30 જુલાઇએ તેને ચિકિત્સા ઉપચારના નામ પર હૈદરાબાદ મોકલી. ત્યારપછી તેને તલાક આપી દીધા.

સાયરાએ સુષ્મા સ્વરાજને અપીલ કરી

સાયરાએ સુષ્મા સ્વરાજને અપીલ કરી

મહિલાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેના પતિએ 30 જુલાઈ 2018 દરમિયાન ઉપચારના નામ પર મને મારી માતા પાસે મોકલી આપી. જયારે હું અહીં આવી ત્યારે 12 ઓગસ્ટ 2018 દરમિયાન મને તલાક આપી દીધા. તે હવે મારા કોઈ પણ સવાલનો જવાબ નથી આપી રહ્યો. મહિલાએ સુષ્મા સ્વરાજ પાસે મદદની માંગણી કરી છે. સાયરાએ જણાવ્યું કે તેઓ સુષ્મા સ્વરાજને અપીલ કરે છે એ તેઓ તેના પતિ વિરુદ્ધ તેમની મદદ કરે. આ પ્રકારના લોકો ગરીબ મહિલાઓના જીવન સાથે રમી રહ્યા છે. તેઓ લગ્ન કરે છે અને પછી તલાક આપે છે.

ટ્રિપલ તલાકને કોર્ટ પહેલા જ અયોગ્ય કહી ચૂક્યું છે

ટ્રિપલ તલાકને કોર્ટ પહેલા જ અયોગ્ય કહી ચૂક્યું છે

હુમાએ જણાવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારના પૂર્ણ સહયોગ વિના ક્યાં જશે. તેઓ અમારો લાભ ઉઠાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુપ્રીમકોર્ટ ઘ્વારા શબનમ ઘ્વારા ટ્રિપલ તલાક પર દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા તેને અસંવિધાનિક જાહેર કરવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટે તેને અયોગ્ય જણાવીને સંવિધાનના આર્ટિકલ 14 નું હનન ગણાવ્યું છે.

English summary
Hyderabad 29-year-old-woman gets triple talaq from husband in Oman over WhatsApp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X