બ્લાસ્ટના 4 દિવસ પહેલા જ CCTV કેમેરાના વાયર કપાયા હતા

આ પહેલા પણ સૂત્રોના હવાલાથી મળી રહેલા સમાચાર અનુસાર ઘટનાસ્થળના સીસીટીવી કેમેરા ખરાબ હતા. અથવા તો જાણીજોઇને આ સીસીટીવી કેમેરાને વિસ્ફોટ પહેલા જ ખરાબ કરી દેવામાં આવ્યા હતા. જોકે તાજા સમાચાર દ્વારા એ વાતની ખરાઇ થઇ ગઇ છે કે આતંકીઓએ જ આયોજનબદ્ધ રીતે ઘટનાને અંજામ આપ્યું છે.
ઇન્ડિયન મુજાહિદ્દીન પર શંકા
આ ઉપરાંત આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં ગુપ્ત તપાસ સમિતિના હાથે કેટલાક મહત્વના સબૂત મળ્યા છે. ઘટનાસ્થળેથી એમોનિયા, યૂરિયા, પેટ્રોલ, અને સ્પલિંટર મળી આવ્યું છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના સ્થાનીય મોડ્યુલને વિસ્ફોટની જવાબદારી સોંપવામાં આવી હતી. સાત સ્થળો પર વિસ્ફોટોની યોજના હતી, જેમાં સિકંદરાબાદ અને વાઇજૈગ પણ સામે હતા.












Click it and Unblock the Notifications
