હૈદરાબાદ બ્લાસ્ટમાં ખુલાસો, CCTV કેમેરામાં સાયકલ સવાર કેદ

જ્યારે તે જઇ રહ્યો હતો ત્યારે સાયકલના કેરિયર પર એક બેગ લટકેલી હતી, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેની સાયકલના કેરિયર પર એ બેગ ન્હોતી. માટે પ્રાથમિક ધોરણે સીસીટીવીના આ ફૂટેજના આધારે બોમ્બ પ્લાન્ટ કરનાર આ વ્યક્તિ પર શંકાની સોય જઇ રહી છે.
હૈદરાબાદ વિસ્ફોટના આજે ત્રણ દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજી સુધી પોલીસને કોઇ સુરાગ મળ્યું નથી. તપાસ એજન્સીઓ અને પોલીસ હજી સુધી કોઇ નિર્ણય પર પહુંચી નથી કે આ બ્લાસ્ટમાં કોનો હાથ છે.
આંધ્રપ્રદેશ પોલીસે અત્રે દિલસુખનગરમાં ગુરુવારે થયેલા બે વિસ્ફોટના મામલે ફરિયાદ દાખલ કરી છે. આ વિસ્ફોટોમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.












Click it and Unblock the Notifications
