For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ બ્લાસ્ટ: NIAને સોંપાયો IMના બે સભ્યોનો કબ્જો

|
Google Oneindia Gujarati News

hyderabad blast
નવી દિલ્હી, 16 માર્ચ: દિલ્હીની એક કોર્ટે હૈદરાબાદમાં હાલમાં થયેલા શ્રેણીબદ્ધ બે વિસ્ફોટના સિલસિલામાં વધુ પૂછપરછ કરવાને લઇને ઇન્ડિયન મુજાહિદ્દીનના બે સભ્યોને ચાર દિવસ માટે એનઆઇએને સોંપાયા છે. આ વિસ્ફોટોમાં 16 લોકોના મોત થયા હતા.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ન્યાયાધીશ આઇએસ મેહતાની ખંડપીઠે સુનવણી દરમિયાન સૈયદ મકબૂલ અને ઇમરાન ખાનનો કબ્જો મેળવવાની માંગ કરતી રાષ્ટ્રીય તપાસ સમિતિની અરજીને માન્ય રાખી આ નિર્ણય આપ્યો હતો.

આઇએમના એક અન્ય સભ્ય ઓબૈદ ઉર રહેમાન સાથે રૂબરૂ કરાવવા માટે આ બંનેના કબ્જાની માંગ કરાઇ હતી. તેમણે જણાવ્યું કે આ મામલાના સિલસિલામાં રહેમાન 20 માર્ચ સુધી એનઆઇએની કબ્જામાં રહેશે. કોર્ટે ગઇકાલે મકબૂલ અને ઇમરાન સામે સમન્સ ફટકાર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે એનઆઇએએ કોર્ટને જણાવ્યું કે તે આ બંને ઓબૈદ ઉર રહેમાનને રૂબરૂ કરાવવા માગે છે કારણકે આ બંનેનું અલગ અલગ લેવામાં આવેલા નિવેદનમાં વિરોધાભાષ જોવા મળ્યો હતો. આ પહેલા આ બંનેને કોર્ટે પાંચ દિવસ માટે એનઆઇએના કબ્જામાં સોંપાયા હતા, જે દરમિયાન આ લોકોને વિસ્ફોટોના મામલે હૈદરાબાદ લઇ જવાયા હતા. જ્યારે રહેમાનને 13 માર્ચના રોજ એનઆઇએની હિરાસતમાં સોપવામાં આવ્યો હતો.

English summary
A Delhi court today granted NIA four day custody of two alleged Indian Mujahideen operatives to further interrogate them in connection with the Hyderabad twin blasts that left 16 dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X