For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગે પાર્ટનરે સંબંધ બનાવ્યા બાદ કરી હતી ઈસરો વૈજ્ઞાનિકની હત્યા

હૈદરાબાદ પોલિસે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિક એસ સુરેશ કુમારના હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ પોલિસે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિક એસ સુરેશ કુમારના હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. હૈદરાબાદ પોલિસે કહ્યુ છે કે ઈસરો વૈજ્ઞાનિક એસ સુરેશ (56)ની હત્યા સમલૈંગિક સંબંધ અને પૈસાની લેવડદેવડના કારણે લેબ ટેકનિશિયન શ્રીનિવાસને કરી હતી. નેશનલ રિમોટ સેસિંગ એજન્સી (NRSA)ના વૈજ્ઞાનિક એસ સુરેશ કુમાર મંગળવારે પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા.

આ કેસમાં એક લેબ ટેકનિશિનની ધરપકડ કરવામાં આવી

આ કેસમાં એક લેબ ટેકનિશિનની ધરપકડ કરવામાં આવી

પોલિસનુ કહેવુ છે કે આ હત્યા પાછળ સમલૈંગિર સંબંધ અને પૈસાની લેવડ દેવડનુ કારણ છે. પોલિસ આ કેસમાં એક લેબ ટેકનિશિયનની ધરપકડ કરી છે. પોલિસનો દાવો છે કે આ લેબ ટેકનિશિયનના મૃતક વૈજ્ઞાનિક સાથે સમલૈંગિક સંબંધ હતા. મંગળવારે હૈદરાબાદમાં અમીરપેટ વિસ્તારમાં પોતાના ફ્લેટમાં 56 વર્ષીય સુરેશ કુમાર મૃત મળી આવ્યા હતા. સુરેશ હૈદરાબાદમાં પોતાના ફ્લેટમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર ચેન્નઈમાં રહે છે.

સંબંધ બનાવ્યા બાદ કરી દીધી હત્યા

સંબંધ બનાવ્યા બાદ કરી દીધી હત્યા

પોલિસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી શ્રીનિવાસ વૈજ્ઞાનિક સુરેશ કુમારનો ગે સેક્સ પાર્ટનર હતો. તે સુરેશ કુમાર પાસેથી સેક્સના બદલામાં પૈસાની માંગ કરી રહ્યો હતો. 30 ઓક્ટોબરના રોજ આરોપી શ્રીનિવાસ ચાકૂ સાથે સુરેશ કુમારના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે સુરેશ કુમાર સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા અને પછી પૈસાના માંગ કરી હતી. હૈદરાબાદ પોલિસ કમિશ્નર અંજનિ કુમારે કહ્યુ, શ્રીનિવાસ હોસ્ટલમાં રહેતો હતો. તે સુરેશ કુમારના ઘરે ઘણી વાર આવતો જતો રહેતો હતો. ઘણી વાર તેમના ઘરે રાત પણ રોકાતો હતો.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-2ના ઑર્બિટરે મોકલ્યો ચંદ્રનો નવો ફોટો, ISROએ કર્યો શેરઆ પણ વાંચોઃ ચંદ્રયાન-2ના ઑર્બિટરે મોકલ્યો ચંદ્રનો નવો ફોટો, ISROએ કર્યો શેર

આ રીતે થયો ખુલાસો

આ રીતે થયો ખુલાસો

જણાવવામાં આવી રહ્યુ છે કે પૈસા માટે સુરેશ કુમાર અને આરોપી શ્રીનિવાસ વચ્ચે વિવાદ થઈ ગયો ત્યારબાદ તેણે ચાકૂથી સુરેશ કુમાર પર હુમલો કરી દીધો. આ ઘટનામાં સુરેશ કુમારનુ મોત થઈ ગયુ. પોલિસના જણાવ્યા મુજબ જેવુ પોલિસે શ્રીનિવાસ સાથે કડકાઈથી સવાલ જવાબ શરૂ કર્યા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલિસે સુરેશ કુમારની સોનાની વીંટી, 10 હજાર રૂપિયા, મોબાઈલ ફોન ઉપરાંત ફ્લેટની ચાવી પણ જપ્ત કરી લીધી છે. પોલિસ અધિકારીઓએ કહ્યુ કે તે અપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ રહ્યા છે. સુરેશ 20 વર્ષથી હૈદરાબાદમાં રહી રહ્યા છે. તેની પત્ની પણ સાથે રહેતી હતી પરંતુ 2005માં તેની ટ્રાન્સફર ચેન્નઈ થઈ ગઈ હતી.

English summary
Hyderabad City Police have arrested one man in connection with the death of Suresh Kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X