For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીથી નારાજ નેતાએ ચૂંટણી પ્રચારની સામગ્રી સળગાવી

લોકસભા ચૂંટણીની તારીખો સામે આવ્યા પછી ચૂંટણી પ્રચારમાં ધીરે ધીરે ઝડપ આવવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની તારીખો સામે આવ્યા પછી ચૂંટણી પ્રચારમાં ધીરે ધીરે ઝડપ આવવા લાગી છે. આ દરમિયાન હૈદરાબાદના કોંગ્રેસના એક નારાજ નેતાએ પાર્ટીના ઝંડા અને બીજા ચૂંટણી પ્રચારના સામાનને આગ લગાવી દીધી છે. પોતાની પાર્ટીથી નારાજ આ નેતાએ હાઈકમાન પર આરોપ લગાવ્યો છે કે તેના કામને મહત્વ નથી આપવામાં આવી રહ્યું. આ કોંગ્રેસી નેતાનું કૃષ્ણક છે. કૃષ્ણક ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે અને ખુબ જ જલ્દી તે ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) સાથે જોડાવવા માટે પણ વાત ચાલી રહી છે.

Lok sabha elections 2019

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મારા કામને મહત્વ નથી આપતા

કૃષ્ણકે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ યુકે રેડ્ડી પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેના કામને મહત્વ નથી આપતા. આ વાતને કારણે તેને ઘણી નિરાશા છે. તેની સાથે સાથે કૃષ્ણકે કહ્યું કે તેઓ કેટી રામા રાવની હાજરીમાં ટીઆરએસ સાથે જોડાશે. તેની સાથે કૃષ્ણકે પાર્ટી નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું કે તેમને ઘણા રૂપિયા કમાઈ લીધા છે, પરંતુ તેઓ પાર્ટી માટે કામ નથી કરતા.

કોંગ્રેસને પહેલા પણ ઝાટકો લાગી ચુક્યો છે

કોંગ્રેસ માટે આ કોઈ પહેલો ઝાટકો નથી. આ પહેલા હાલમાં જ કોંગ્રેસના બે વિધાયકો આરકે રાવ અને અતરામ સકકુએ પણ પાર્ટી છોડીને ટીઆરએસ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે. તેમને પોતાના નિર્ણય પાછળ કારણ આપતા કહ્યું છે કે અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને હિત માટે તેમને આ પગલું ભર્યું છે. આપને જણાવી દઈએ કે સાત તબક્કામાં થનાર લોકસભા ચૂંટણી સાથે ચાર વિધાનસભા ચૂંટણી પણ થવાની છે, જેમાં આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશા પણ શામિલ છે.

આ પણ વાંચો: સટ્ટા બજારમાં એનડીએ, ભાજપની ધૂમ, મળી શકે છે આટલી સીટો

English summary
Hyderabad: Congress leader Krishank sets party flags election campaign material on fire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X