સટ્ટા બજારમાં એનડીએ, ભાજપની ધૂમ, મળી શકે છે આટલી સીટો
લોકસભા ચૂંટણીના એલાન પછી કઈ પાર્ટીને જીત મળશે, તેના વિશે સટ્ટા બજારમાં ચર્ચા ચાલી રહી છે. સટ્ટા બજાર હંમેશ મુજબ રાજનૈતિક પાર્ટીઓ માટે પોતાનો ભાવ નક્કી કરતો આવ્યો છે.
લોકસભા ચૂંટણીના એલાન પછી કઈ પાર્ટીને જીત મળશે, તેના વિશે સટ્ટા બજારમાં ચર્ચા ચાલી રહી છે. સટ્ટા બજાર હંમેશ મુજબ રાજનૈતિક પાર્ટીઓ માટે પોતાનો ભાવ નક્કી કરતો આવ્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ રાજસ્થાનના જોધપુરમાં આવેલા ફલોદીમા એનડીએ અને યુપીએ અંગે સટ્ટા બજાર ગરમ છે. સટ્ટા બજાર અનુસાર લોકસભા ચૂંટણીમાં ભાજપને 250 કરતા પણ વધારે સીટો મળશે, જયારે એનડીએ પાસે 300-320 જેટલી સીટો હશે.
આ પણ વાંચો: મહિલાઓને ટિકિટ આપવા મામલે કોંગ્રેસ નંબર 1, માયાવતીની બસપા સૌથી પાછળ

રાજસ્થાનમાં 18-20 સીટો
જો રાજસ્થાન વિશે વાત કરવામાં આવે તો સટ્ટા બજાર અનુસાર ભાજપને કુલ 25 સીટોમાંથી 18-20 સીટો મળી શકે છે. સટ્ટા બજારને ભરોષો છે કે સર્જીકલ સ્ટ્રાઇક પછી મતદાતાઓ ભાજપ સાથે જોડાયા છે. લોકોને લાગે છે કે પીએમ મોદી એર સ્ટ્રાઇક પછી એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે.

એર સ્ટ્રાઇક પહેલા એનડીએને 280 સીટો
ફ્લોદી અનુસાર એર સ્ટ્રાઇક પહેલા એનડીએ 280 સીટો જ મેળવી શકતી અને ભાજપને 200 સીટો સાથે સંતોષ માનવો પડતો પરંતુ એર સ્ટ્રાઇક પછી દેશમાં લોકોનો મૂળ બદલાઈ ગયો. એર સ્ટ્રાઇકનો ફાયદો સીધી રીતે ભાજપ અને એનડીએ મેળવી શકશે. જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો સટ્ટા બજારમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

કોંગ્રેસ નુકશાનમાં છે
સટ્ટા બજારમાં એર સ્ટ્રાઇક પહેલા અંદાઝો લગાવવામાં આવી રહ્યો હતો કે કોંગ્રેસને 100 સીટો મળી શકે છે, પરંતુ એર સ્ટ્રાઇક પછી કોંગ્રેસને 72-74 સીટો મળી શકે છે. પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું હતું

સર્વેમાં પણ ભાજપને ફાયદો
આપને જણાવી દઈએ કે આ પહેલા ઇન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલ ઘ્વારા યુપીના લોકોનો મૂડ જોવાની કોશિશ કરી હતી. આ સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણી થાય તો યુપીમાં મહાગઠબંધનને ઓછામાં ઓછી 14 સીટોનું નુકશાન થઇ શકે છે, જયારે એનડીએ 12 સીટોનો ફાયદો મેળવી શકે છે.












Click it and Unblock the Notifications
