મહિલાઓને ટિકિટ આપવા મામલે કોંગ્રેસ નંબર 1, માયાવતીની બસપા સૌથી પાછળ
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી લોકસભા ચૂંટણી માટે આપેલી ટિકિટોમાં 40 ટકા મહિલા ઉમેદવાર છે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી લોકસભા ચૂંટણી માટે આપેલી ટિકિટોમાં 40 ટકા મહિલા ઉમેદવાર છે. નવીન પટનાયકની આગેવાનીવાળી બીજુ જનતા દળે 38 ટકા ટિકિટો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આવો જોઈએ કે ગઈ 6 લોકસભા ચૂંટણીમાં મહિલાઓના ચૂંટણી લડવાના ટકા કેટલા રહ્યા અને કોઈ પક્ષે ક્યારે કેટલા ટકા મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.

શું કહે છે ગઈ 6 લોકસભા ચૂંટણીના આંકડા
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ એક એનાલિટિકલ રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટ મુજબ 1996થી 2014 વચ્ચે થયેલી લોકસભા ચૂંટણીમાં એવી કોઈ પાર્ટી નથી જેમણે મેદાનમાં 10 ટકાથી વધુ મહિલા ઉમેદવાર ઉતાર્યા હોય. આ આંકડા બધી ચૂંટણીના મળીને છે. જો વ્યક્તિગત રીતે કોઈ પક્ષની વાત કરીએ તો અમુક એવી પાર્ટી રહી છે જેમણે 10 ટકાના આંકડાને પાર કર્યો છે પરંતુ કોઈ પણ લોકસભામાં 33 ટકા અનામતની નજીક નથી કે જે મહિલાઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.
મહિલાઓને 50 ટકા ટિકિટ મળવી જોઈએ
વળી રાજ્યના દળો રૂપે છેલ્લી 6 લોકસભા ચૂંટણીમાં કુલ 252 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી છે. વળી નાની પાર્ટીઓ તરફથી આ ચૂંટણીમાં કુલ 649 મહિલાઓને ટિકિટ આપવામાં આવી અને 1109 મહિલા ઉમેદવાર એવી રહી જે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરી હતી. બસપા છોડીને ભાજપમાં શામેલ થનારી રીતુ સિંહે કહ્યુ કે આ સમસ્યા બધા પક્ષમાં છે. તેમણે કહ્યુ કે ભાજપ તરફથી આના પ્રવકતા તરીકે બોલતા મને લાગે છે કે મહિલાઓને 50 ટકા ટિકિટ મળવી જોઈએ. તેમણે કહ્યુ કે બસપાની માયાવતીએ આમ નથી કર્યુ. તેમણે કહ્યુ કે આ અંગે ચર્ચાઓ થઈ પરંતુ પાર્ટીએ મહિલાઓને એ મહત્વ ન આપ્યુ. જેના માટે તે આશ્ચર્યમાં હતા.












Click it and Unblock the Notifications
