For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ રેપ હત્યાઃ ડૉક્ટર જ નહિ તેલંગાનામાં 1 મહિનામાં આનાથી પણ વધુ હેવાનિયત

તેલંગાનામાં આ ઘટના કોઈ પહેલી નથી જ્યારે મહિલા કે યુવતી સાથે આ રીતની હેવાનિયત થઈ હોય. બીજી પણ બનેલી ઘટનાઓ વિશે જાણો.

|
Google Oneindia Gujarati News

ભલે આપણે ગમે તેટલુ કહીએ કે મહિલા અને પુરુષ સમાન છે અને આજે બંને ખભાથી ખભા મિલાવીને ચાલી રહ્યા છે પરંતુ જ્યારે ગેંગરેપ જેવી ઘટનાઓ સાંભળવા મળે છે તો દિલ દિમાગ ફરીથી વિચારવા માટે મજબૂર થઈ જાય છે કે શું ખરેખર મહિલાઓ સુરક્ષિત છે, શું ખરેખર બંનેમાં કોઈ ફરક નથી. હૈદરાબાદમાં ડૉક્ટરનો ગેંગરેપ અને પછી હત્યા કરી દેવામાં આવી. આ હ્રદયદ્રાવક ઘટનાએ બધાને અંદરથી ઝંઝોળી દીધા છે. દીવાલના કિનારે પડેલા કોલસો બની ગયેલા શરીરનો ફોટો કદાચ જ કોઈના દિમાગમાંથી ઓઝલ થઈ શકશે. આ ફોટાએ છોકરીઓની હિંમત તોડી દીધી છે. દીકરીઓને શહેરમાં એકલી મૂકનાર માતાપિતા પોતાની દીકરીની સુરક્ષા માટે ભયભીત થઈ ગયા છે. લોકો આ ખોફનાક ઘટનાને દિલ્લીના નિર્ભયાકાંડ સાથે જોડીને જોઈ રહ્યા છે.

વેટરનરી ડૉક્ટરની ગેંગરેપ બાદ હત્યા

વેટરનરી ડૉક્ટરની ગેંગરેપ બાદ હત્યા

તમને જણાવી દઈએ કે તેલંગાનાના હૈદરાબાદ પાસે ગુરુવારની રાતે 26 વર્ષીય વેટરનરી ડૉક્ટરની ગેંગરેપ બાદ તેના શરીર પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દેવામાં આવી. તેલંગાનાની રાજધાની હૈદરાબાદના શાદનગર વિસ્તારમાં રહેતી મહિલા ડૉક્ટર રોજ ક્લીનિક જતી હતી જે તેના ઘરેથી લગભગ 30 કિમી દૂર શમશાદબાગમાં હતુ. તે અડધો રસ્તો સ્કૂટીથી પાર કરતી અને ટોંડુપલ્લી ટોલ પ્લાઝાના પાર્કિંગમાં પોતાનુ સ્કૂટી પાર્ક કરી દેતી હતી. રાતે સ્કૂટી પંક્ચર હોવાના કારણે આ ડૉક્ટર ટોલ પ્લાઝા પર હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પંક્ચર બનાવી આપવાના બહાને તેને લઈ ગયા અને દુષ્કર્મ કર્યુ. આ ખોફનાક ઘટનાએ આખા દેશને ઝંઝોળી દીધો છે. લોકો તેના માટે ન્યાય માંગી રહ્યા છે. પરંતુ તેલંગાનામાં આ ઘટના કોઈ પહેલી નથી જ્યારે મહિલા કે યુવતી સાથે આ રીતની હેવાનિયત થઈ હોય.

મહિલા તહસીલદારને તેમની ઑફિસમાં જીવતી સળગાવ્યા

મહિલા તહસીલદારને તેમની ઑફિસમાં જીવતી સળગાવ્યા

4 નવેમ્બર 2019 - મહિલા તહસીલદારને જીવતા સળગાવવામાં આવ્યા. તેમની ઑફિસમાં ઘૂસીને બધાની સામે તેમના જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહિલા તહસીલદારનુ બળવાથી મોત નીપજ્યુ હતુ. કથિત રીતે આરોપી પોતાના ભૂમિ રેકોર્ડમાં ભૂલોમાં સુધારા ન કરવાના કારણે અધિકારીથી નારાજ હતો. આ ઘટના હૈદરાબાદના બહારના ભાગમા સ્થિત રંગા રેડ્ડી જિલ્લા અબ્દુલ્લાપુરમેટ તહસીલ કાર્યાલયમાં બની હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનેગાર આરામથી ભાગવામાં સફળ થઈ ગયોહતો. મહિલા તહસીલદાર વિજયા પોતાના કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો અને તેમના પર પેટ્રોલ છાંટી દીધુ. આસપાસના લોકો જ્યાં સુધી કંઈ સમજી શકતા તેણે આગ લગાવી દીધી.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ હત્યાઃ પોલિસ રિમાન્ડ કૉપીમાં સામે આવ્યા એ ખોફનાક 6 કલાક, વાંચો આખો રિપોર્ટઆ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ હત્યાઃ પોલિસ રિમાન્ડ કૉપીમાં સામે આવ્યા એ ખોફનાક 6 કલાક, વાંચો આખો રિપોર્ટ

નવેમ્બર મહિનામાં તેલંગાનામાં થઈ આ હેવાનિયતનો શિકાર

નવેમ્બર મહિનામાં તેલંગાનામાં થઈ આ હેવાનિયતનો શિકાર

25 નવેમ્બર, 2019 - તેલંગાનાના રંગા રેડ્ડી વિસ્તારમાં 15 વર્ષની બાળકી પર તેના જ હેડમાસ્ટરે રેપ કર્યો હતો. આ કેસમાં આરોપી હેડમાસ્ટરની પોલિસે ધરપકડ કરી લીધી હતી.

25 નવેમ્બર, 2019 - આસિફાબાદ જિલ્લામાં મહિલા સાથે બળાત્કાર કરીને તેને જાનથી મારી નાખવામાં આવી. રેપની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ મહિલાના માથા પર કેટલાય વાર કર્યા અને તેની હત્યા કરી દીધી હતી.

27 નવેમ્બર, 2019 - વારંગલ શહેરી જિલ્લામાં દુષ્કર્મ બાદ પ્રેમીએ 19 વર્ષની યુવતીની હત્યા કરી દીધી હતી. પાર્ટી બાદ કથિત રીતે પ્રેમીઓ તેની સાથે દુષ્કર્મ કર્યુ અને હત્યા કરી દીધી.

27 નવેમ્બર, 2019 - મહિલા ડૉક્ટરનો પહેલા રેપ કર્યો પછી સળગાવી દીધી. હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હેવાનિયત બાદ હત્યા કરી દેવામાં આવી. મહિલાનુ શબ બળી ગયેલી હાલતમાં મળી આવ્યુ હતુ. આ કેસમાં પોલિસે શુક્રવારે મુખ્ય આરોપી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

29 નવેમ્બર, 2019 - તેલંગાનાના સાઈબરાબાદના શમશાબાદ પોલિસ સ્ટેશન ક્ષેત્રના સિડ્ડુલાગટ્ટા રોડ પાસે મહિલાની બળી ગયેલુ શબ મળી આવ્યુ. આ વિસ્તારમાં બે દિવસમાં આ બીજી ઘટના હતી.

મહિલા વન અધિકારી પર હુમલો

મહિલા વન અધિકારી પર હુમલો

દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાનામાં ગુનેગારોની હિંમત એટલી હદે બુલંદ છે કે તેમણે પોલિસ પ્રશાસનનો બિલકુલ ખોફ નથી. તહસીલદારને જીવતા સળગાવાયા પહેલા પણ રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા વન વિભાગના એક મહિલા અધિકારી સાથે મારપીટની ઘટના સામે આવી હતી. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી પહેલા પણ એક સત્તાધારી પક્ષના નેતાના નેતૃત્વમાં ભીડે એક મહિલા વન અધિકારી પર હુમલો કરી દીધો હતો. ભીડે મહિલા અધિકારીને લાઠી-દંડાથી પિટ્યા હતા. ત્યારે પણ આ અંગે ઘણો હોબાળો થયો હતો. સત્તાધારી પક્ષે વાત વધતી જોઈને આરોપી નેતાને પાર્ટીમાં થઈ બહારનો રસ્તો બતાવી દીધો હતો જેમને ચૂંટણી બાદ થોડા દિવસ અગાઉ ફરીથી પદ પર બેસાડી દેવામાં આવ્યા. આ બધી ઘટનાઓને જોતા એમ લાગી રહ્યુ છે કે દેશમાં ભલે આજે ગમે તેટલો વિકાસ થયો હોય પરંતુ લોકોની સંકીર્ણ અને વિકૃત માનસિકતા આજે પણ મહિલાઓ પ્રત્યે એવી જ છે. આજે પણ હવસા ભૂખ્યા આ હેવાનો મહિલાઓને પોતાનો શિકાર સમજે છે.

18થી 30 વર્ષની મહિલાઓ માટે તેલંગાના સૌથી વધુ અસુરક્ષિત રાજ્ય

18થી 30 વર્ષની મહિલાઓ માટે તેલંગાના સૌથી વધુ અસુરક્ષિત રાજ્ય

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુકો એટલે કે એનસીઆરબીના આંકડા અનુસાર 18થી 30 વર્ષની મહિલાઓ માટે તેલંગાના દેશમાં સૌથી વધુ અસુરક્ષિત રાજ્ય છે. 2017માં અહીં નોંધાયેલ કુલ કેસોમાં 91 ટકા આ આયુ વર્ગના છે, જે દેશમાં સૌથી વધુ છે. સાથે જ સેક્સ ટ્રાફિકિંગ મામલે પણ તેલંગાના દેશના ટૉપ 3 રાજ્યોમાં શામેલ છે.

દેશમાં દુષ્કર્મના સૌથી વધુ કેસ મધ્યપ્રદેશમાં

દેશમાં દુષ્કર્મના સૌથી વધુ કેસ મધ્યપ્રદેશમાં

જો કે દુષ્કર્મના સૌથી વધુ કેસ મધ્યપ્રદેશમાં સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં દુષ્કર્મના સૌથી વધુ કેસ છે. 2017માં દેશમાં દુષ્કર્મના કુલ 32,559 કેસ નોંધવાં આવ્યા અને 93 ટકા કેસમાં આરોપી પરિચિત કે સંબંધી છે, માત્ર 7 ટકા કેસમાં આરોપી અપરિચિત હતા. બીજા નંબરે ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબરે રાજસ્થાન છે. મધ્ય પ્રદેશ 18 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ અને 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્મના કેસમાં પણ દેશમાં સૌથી પહેલા નંબરે છે. દેશમાં 60થી વધુ ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્મના 139 કેસ સામે આવ્યા. આમાં સૌથી વધુ 46 કેસ મધ્ય પ્રદેશમાં થયા. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ગેંગરેપ બાદ પીડિતના મર્ડર કેસમાં ઉત્તરપ્રદેશ દેશભરમાં અવ્વલ છે. અહીં એવા સૌથી વધુ 64 કેસ સામે આવ્યા છે. આને મિલાવીને દેશમાં માત્ર 4 રાજ્ય એવા છે જ્યાં ગેંગરેપ બાદ મર્ડરના કેસ ડબલ ડિજિટમાં સામે આવ્યા છે.

English summary
Hyderabad doctor gangrape case: Not only a Lady doctor in Telangana, in one month, they have also Became victim of humanity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X