હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની
તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરનો રેપ કરી હત્યા કરનાર ચારે આરોપીઓને એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવારે સવારે જ્યારે આખો દેશ ઉઠ્યો ત્યારે સૌને આ સમાચાર સાંભળવા મળ્યા. પોલિસ આરોપીઓ વચ્ચે અથડામણ એ જગ્યાએ થઈ જ્યાં આ હેવાનોએ દિશા (નામ બદલ્યુ છે) સાથે રેપ કર્યો હતો. તેમણે મહિલા ડૉક્ટરને મરેલી સમજીને જીવતી સળગાવી હતી.

છેવટે ગુરુવારની મોડી રાતે એવુ શું થયુ
આ સમાચાર સાંભળતા જ આખો દેશ ચોંકી ગયો. પીડિતાના પરિવારે પણ પોલિસેનો આભાર માન્યો છે. આ દરમિયાન દરેકના દિમાગમાં સવાલ ઉઠી રહ્યો છે કે છેવટે ગુરુવારે મોડી રાતે એવુ શું થયુ કે પોલિસ એનકાઉન્ટરમાં આ બધાને મારવા પડ્યા. ચાલો જાણીએ આખો ઘટનાક્રમ..

7 દિવસની કસ્ટડી
હૈદરાબાદ પોલિસે બધા આરોપીઓની 7 દિવસની કસ્ટડી મળી હતી. પોલિસ સાત દિવસથી તેમની પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન આ લોકોએ ઘણા મોટા ખુલાસા કર્યા હતા.
આ પણ વાંચોઃ હૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી

7 દિવસથી પૂછપરછ કરી રહી છે પોલિસ
પોલિસ આરોપીઓની સાત દિવસથી પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેમને સીન રિક્રિએટ કરવા માટે એ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ હતુ અને જીવતી સળગાવી દીધી હતી.

આરોપીઓએ ભાગવાની કોશિશ કરી
પોલિસે દાવો કરીને કહ્યુ છે કે સીનને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ કંઈક એવુ કરી દીધુ ત્યારબાદ તેમને આ પગલુ ઉઠાવવુ પડ્યુ. આ બધા આરોપીઓએ એ સમયે ભાગવાની કોશિશ કરી હતી.