For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ઓવૈસીએ આપ્યો મત, ટ્વિટ કરીને કહી આ વાત

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના એક મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યો.

|
Google Oneindia Gujarati News

Hyderabad Municipal Corporation (GHMC) election today: તેલંગાનાની ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી માટે આજે મંગળવાર(1 ડિસેમ્બર) સાત વાગ્યાથી મતદાન ચાલુ છે. એઆઈએમઆઈએમ(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના એક મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યો. મત આપ્યા બાદ તેમણે પોતાનો એક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. ફોટો શેર કરીને તેમણે બધા હૈદરાબાદવાસીઓને મત આપવાની અપીલ કરી.

asaduddin owaisi

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યુ, 'કૃપા કરીને ઘરમાંથી બહાર નીકળો અને જઈને મતદાન કરો. હૈદરાબાદની વિશેષ સંસ્કૃતિ અને ઓળખ માટે અને ભારતના લોકતંત્રને મજબૂત કરવા માટે એક શાંતિપૂર્ણ હૈદરાબાદ માટે પોતાનો મત આપો.' અસદુદ્દીન ઓવૈસી ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ પણ પોલિંગ બુથ સેન્ટર કાચીગુડાની દીક્ષા મૉડલ સ્કૂલમાં પોતાનો મત આપ્યો. તેમણે પણ મત આપીને મીડિયા સાથે વાત કરીને બધાને મત આપવાની અપીલ કરી.

હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીના પરિણામો 4 ડિસેમ્બરે આવશે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં 150 વૉર્ડ છે. કોરોના કાળને જોતા આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવી રહી છે. મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મેયરનુ પદ આ વખતે એક મહિલા માટે અનામત છે. આ ચૂંટણીમાં સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટી, AIMIM અને TRSમાં છે. હૈદરાબાદ નગર નિગમ માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં 150 વૉર્ડમાં ગઈ ચૂંટણીમાં 99 સીટો તેલંગાના રાષ્ટ્ર સમિતિ(TRS)ને મળી હતી. AIMIMને 44 સીટો મળી હતી. ભાજપને માત્ર 4 સીટો મળી હતી.

Hyderabad GHMC Election: હૈદરાબાદમાં નગર નિગમની ચૂંટણી આજે

English summary
Hyderabad GHMC election: AIMIM Asaduddin Owaisi casts his vote, appeal to cast vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X